બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૬-૭
‘હું ફારૂનના કેવા હાલ કરીશ એ તું જોશે’
ઇજિપ્ત પર આફતો લાવતા પહેલાં અને ઇઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવતા પહેલાં યહોવાએ તેઓને જણાવી દીધું હતું કે પોતે શું કરવાના છે. એ સમયે ઇઝરાયેલીઓને યહોવાની અદ્ભૂત તાકાતનો પુરાવો મળવાનો હતો, જે પહેલાં તેઓએ ક્યારેય જોયું ન હતું. ઇજિપ્તના લોકોને પણ ચોક્કસ ખબર પડી હશે કે યહોવા જ સાચા ઈશ્વર છે. જ્યારે યહોવાનાં એ વચનો પૂરાં થયાં, ત્યારે ઇઝરાયેલીઓની શ્રદ્ધા વધી. એની મદદથી તેઓ ઇજિપ્તનાં જૂઠાં શિક્ષણને નકારી શક્યા.
બાઇબલના એ અહેવાલથી ઈશ્વરે આપેલાં ભાવિ માટેનાં વચનો પર તમારી શ્રદ્ધા કઈ રીતે દૃઢ થાય છે?