યહોવાના સેવકો તરીકે આપણું જીવન
અફવાઓ ન ફેલાવીએ
આજે ઇન્ટરનેટ, ટીવી, સાહિત્ય અને રેડિયો દ્વારા કોઈપણ માહિતી થોડી જ વારમાં લાખો લોકો સુધી પહોંચાડી શકાય છે. આપણે ‘સત્યના ઈશ્વરની’ ભક્તિ કરીએ છીએ. એટલે આપણે ક્યારેય અફવાઓ ફેલાવવી ન જોઈએ, અરે ભૂલથીયે નહિ! (ગી ૩૧:૫; નિર્ગ ૨૩:૧) અફવાઓ ફેલાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. કોઈ માહિતી સાચી છે કે નહિ એની ખાતરી કરવા પોતાને પૂછો:
‘શું આ માહિતી આપનાર પર ભરોસો કરી શકાય?’ જરૂરી નથી કે માહિતી આપનારને બધી વાતની ખબર હોય. ઘણી વાર એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ સુધી પહોંચતા વાત બદલાય જાય છે. એટલે જો તમને ખબર ન હોય કે એ માહિતી કોણે આપી છે, તો આંખો મીંચીને માની ન લો. મંડળના જવાબદાર ભાઈઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓ જે કંઈ માહિતી આપે એ સાચી હોવી જોઈએ. કારણ કે તેઓએ આપેલી માહિતી પર બધા ભરોસો કરે છે
‘શું એનાથી કોઈનું નામ ખરાબ થાય છે?’ જો અમુક વાતથી કોઈનું નામ ખરાબ થતું હોય તો સારું રહેશે કે એ વાતનો ઢંઢેરો ન પીટાય.—નીતિ ૧૮:૮; ફિલિ ૪:૮
‘શું એ વાત પર ભરોસો મૂકી શકાય?’ ભડકાવનારી વાતો કે વિવાદો ઊભા કરે એવી માહિતી તરત જ માની ન લો
હું અફવાઓ કઈ રીતે રોકી શકું? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીતિવચનો ૧૨:૧૮ પ્રમાણે આપણી વાતોથી બીજાઓને કેવું નુકસાન થઈ શકે?
બીજાઓ વિશે વાત કરતી વખતે ફિલિપીઓ ૨:૪ યાદ રાખવું શા માટે જરૂરી છે?
બીજાઓ કોઈની બૂરાઈ કરે ત્યારે આપણે શું કરવું જોઈએ?
બીજાઓ વિશે વાતો કરતા પહેલાં આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?