વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૩
  • યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શિસ્તમાં યહોવાનો પ્રેમ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • શું તમે સલાહનો ખરો અર્થ સમજો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ

કોઈ વ્યક્તિ પાપ કરે અને પસ્તાવો ન કરે તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે. એનાથી મંડળનું રક્ષણ થાય છે અને વ્યક્તિને ખબર પડે છે કે તેણે મોટું પાપ કર્યું છે. (૧કો ૫:૬, ૧૧) ખરું કે વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે કુટુંબના સભ્યોને અને ન્યાય સમિતિના ભાઈઓને ઘણું દુઃખ થાય છે. પણ એ ગોઠવણને ટેકો આપીને આપણે યહોવા અને એ વ્યક્તિ માટે પ્રેમ બતાવીએ છીએ.

આપણે એ ગોઠવણને ટેકો આપીએ છીએ. કારણ કે આપણે યહોવાનાં નેક ધોરણોને પ્રેમ કરીએ છીએ અને આપણે નથી ચાહતા કે યહોવાનું નામ બદનામ થાય. (૧પી ૧:૧૪-૧૬) એમ કરીને આપણે બહિષ્કૃત વ્યક્તિ માટે પણ પ્રેમ બતાવીએ છીએ. કોઈને સુધારો કરવાનું કહેવામાં આવે ત્યારે તેને અને તેના કુટુંબને ઘણું દુઃખ થાય છે. પણ એનાથી “તેઓને શાંતિમય અને નેક જીવનનું ઇનામ મળે છે.” (હિબ્રૂ ૧૨:૫, ૬, ૧૧) જો બહિષ્કૃત વ્યક્તિ સાથે કે મંડળ છોડી ગયેલી વ્યક્તિ સાથે હળીએ-મળીએ, તો આપણે યહોવાની ગોઠવણની આડે આવીએ છીએ. યાદ રાખીએ કે યહોવા પોતાના લોકોને કહે છે: “હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ,” એટલે કે જરૂર છે એટલી જ શિક્ષા કરશે. (યર્મિ ૩૦:૧૧, કોમન લેંગ્વેજ) યહોવા પર ભરોસો રાખીએ અને તેમની ગોઠવણને ટેકો આપીએ. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મહેનત કરતા રહીએ. યહોવા તો દયાના સાગર છે. એટલે આશા રાખીએ કે એક દિવસ એ વ્યક્તિ યહોવા પાસે પાછી આવશે.—યશા ૧:૧૬-૧૮; ૫૫:૭.

પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ વીડિયો બતાવો અને આ સવાલો પૂછો:

  • ‘પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ’ વીડિયોનું એક દૃશ્ય. ઘર છોડી ગયેલા દીકરાનો પત્ર વાંચીને ગેબ્રિએલા અને બૅન દુઃખી થાય છે.

    બાળક સત્ય છોડી દે ત્યારે માતાપિતાને કેવું લાગે છે?

  • ‘પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ’ વીડિયોનું એક દૃશ્ય.મિત્રો સભા પછી ગેબ્રિએલા અને બૅનને ભેટી રહ્યા છે અને દિલાસો આપી રહ્યા છે.

    મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે કુટુંબના સભ્યોની હિંમત બંધાવી શકે?

  • ‘પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ’ વીડિયોનું એક દૃશ્ય. ગેબ્રિએલા કોરાહે કરેલા બંડ વિશે કલ્પના કરી રહ્યા છે.

    બાઇબલના કયા અહેવાલથી શીખવા મળે છે કે કુટુંબના સભ્યો કરતાં વધારે યહોવાને વફાદાર રહેવું જોઈએ?

  • ‘પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ’ વીડિયોનું એક દૃશ્ય.સભા પછી, ગેબ્રિએલા બૅનને દીકરાના મૅસેજ વિશે જણાવી રહ્યા છે.

    કઈ રીતે કુટુંબના સભ્યો કરતાં વધારે યહોવાને વફાદાર રહી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો