વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૫
  • લગ્‍નબંધન મજબૂત રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍નબંધન મજબૂત રાખો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • સુખી લગ્‍નજીવનની ચાવી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ઈશ્વરની સલાહથી લગ્‍નજીવન સુખી થાય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • તમારા લગ્‍નને ટકાવી રાખવા બનતું બધું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • લગ્‍ન બંધન શા માટે પવિત્ર હોવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૫
એક પતિ પોતાની પત્ની સાથે જમીન પર બેઠા છે અને ખુશીથી પત્ની સાથે કપડાં ધોઈ રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લગ્‍નબંધન મજબૂત રાખો

એક પુરુષ અને સ્ત્રી લગ્‍નનું વચન લે છે ત્યારે, યહોવા એ વચનને ઘણું મહત્ત્વનું ગણે છે. તેમણે કહ્યું છે કે પતિ-પત્નીએ એકબીજા સાથે રહેવું જોઈએ. (માથ ૧૯:૫, ૬) આપણી વચ્ચે એવા ઘણા યુગલો છે, જેઓ પોતાનું લગ્‍નબંધન સારી રીતે નિભાવે છે. પણ ઘર હોય ત્યાં વાસણો તો ખખડે. એટલે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે દુનિયાના લોકોની જેમ અલગ થવા કે છૂટાછેડા લેવા વિશે ન વિચારવું જોઈએ. ઈશ્વરભક્તોએ પોતાનું લગ્‍નબંધન તૂટે નહિ એવો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ કઈ રીતે એને મજબૂત બનાવી શકે?

આ પાંચ વાતોનું ધ્યાન રાખો:

  1. બીજાઓ સાથે રોમાન્સ કરવાથી કે ગંદાં મનોરંજનથી દૂર રહો અને પોતાના દિલનું રક્ષણ કરો. કારણ કે એવી બાબતોથી લગ્‍નબંધન નબળું પડી શકે છે.—માથ ૫:૨૮; ૨પી ૨:૧૪.

  2. ઈશ્વર સાથે તમારો સંબંધ મજબૂત બનાવો. લગ્‍નજીવનમાં ઈશ્વરના નિયમો પાળીને તેમને ખુશ કરો.—ગી ૯૭:૧૦.

  3. નવો સ્વભાવ પહેરી લો. પોતાના સાથીને મદદ કરવા કંઈ ને કંઈ કરતા રહો, પછી ભલેને એ નાનકડું કેમ ન હોય.—કોલ ૩:૮-૧૦, ૧૨-૧૪.

  4. એકબીજા સાથે આદરથી અને દિલથી વાત કરો.—કોલ ૪:૬.

  5. પ્રેમથી એકબીજાની જાતીય જરૂરિયાત પૂરી કરો.—૧કો ૭:૩, ૪; ૧૦:૨૪.

ઈશ્વરભક્તો પોતાનું લગ્‍નબંધન નિભાવે છે ત્યારે યહોવાનો મહિમા થાય છે, કારણ કે તે લગ્‍નની શરૂઆત કરાવનાર છે.

આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ‘આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને’ વીડિયોનું એક દૃશ્ય. પાઉલોભાઈ અને તેમના પત્ની પ્રાર્થનાઘરમાં તેઓના લગ્‍નનું પ્રવચન ખુશીથી સાંભળી રહ્યા છે.

    પતિ-પત્ની વચ્ચે કેવી મુશ્કેલીઓ આવી શકે?

  • ‘આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને’ વીડિયોનું એક દૃશ્ય. પાઉલોભાઈ અને તેમના પત્ની મુશ્કેલી વિશે શાંતિથી ચર્ચા કરી રહ્યા છે. ટેબલ પર બાઇબલ ખુલ્લું છે.

    જો પતિ-પત્નીને લાગે કે તેઓ વચ્ચે પ્રેમ રહ્યો નથી, તો બાઇબલના ક્યા સિદ્ધાંતો તેઓને મદદ કરી શકે?

  • ‘આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને’ વીડિયોનું એક દૃશ્ય. પાઉલોભાઈ પત્ની અને દીકરીઓ માટે ‘બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક’ વાંચી રહ્યા છે.

    લગ્‍નજીવન સુખી બનાવવા બાઇબલના સિદ્ધાંતો પાળીએ

    યહોવાએ લગ્‍નજીવન માટે કયા નિયમો આપ્યા છે?

  • પતિ-પત્નીએ લગ્‍નબંધન મજબૂત બનાવવા શું કરવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો