યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કુટુંબમાં એકબીજાને પ્રેમ બતાવીએ
પ્રેમ એક એવું બંધન છે જે કુટુંબમાં દરેકને એકબીજા સાથે જોડી રાખે છે. જો કુટુંબમાં પ્રેમ નહિ હોય તો સંપ અને સાથ-સહકાર પણ નહિ હોય. કુટુંબમાં પ્રેમ વધારવા પતિ-પત્ની અને માતા-પિતાએ શું કરવું જોઈએ?
પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. તેમજ તેના વિચારો અને લાગણીઓને પણ સમજે છે. (એફે ૫:૨૮, ૨૯) તે પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓને મદદ કરે છે. દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ થાય એનું પણ તે ધ્યાન રાખે છે. (૧તિ ૫:૮) પત્ની પોતાના પતિને પ્રેમ કરે છે. તે તેમને આધીન રહે છે અને “પૂરા દિલથી” માન આપે છે. (એફે ૫:૨૨, ૩૩; ૧પિ ૩:૧-૬) પતિ-પત્નીએ ‘એકબીજાને દિલથી માફ કરવા જોઈએ.’ (એફે ૪:૩૨) બાળકોને પ્રેમ કરનાર માતા-પિતા તેઓની સંભાળ રાખે છે અને યહોવાને પ્રેમ કરવાનું શીખવે છે. (પુન ૬:૬, ૭; એફે ૬:૪) તેઓ ખાસ ધ્યાન રાખે છે કે બાળકોને સ્કૂલમાં કેવી મુશ્કેલીઓ આવે છે. તેમજ દોસ્તોનું દબાણ આવે તો કેવી રીતે સામનો કરવો એ પણ શીખવે છે. કુટુંબમાં પ્રેમ હશે તો કોઈ ચિંતા કે ડર નહિ હોય અને બધા સલામતી અનુભવશે.
કુટુંબમાં સાચો પ્રેમ બતાવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
પતિ પોતાની પત્નીની કઈ રીતે સંભાળ રાખશે?
પત્ની પોતાના પતિ સાથે કઈ રીતે વર્તશે?
માતા-પિતા પોતાનાં બાળકોને કઈ રીતે શીખવશે?