બાઇબલમાં રહેલો ખજાનો
આપણે કેમ સંતોષ રાખવો જોઈએ અને મર્યાદા બતાવવી જોઈએ?
ઈશ્વરના પ્રબોધકે યરોબઆમ પાસેથી ભેટ લેવાની ના પાડી દીધી (૧રા ૧૩:૭-૧૦; w૦૮ ૮/૧ ૧૫ ¶૪)
પછી પ્રબોધકે એ આજ્ઞા ન પાળી જે ખુદ યહોવાએ આપી હતી (૧રા ૧૩:૧૪-૧૯; w૦૮ ૮/૧ ૧૭ ¶૧૫)
આજ્ઞા ન પાળવાને લીધે પ્રબોધકે પોતાનો જીવ ગુમાવ્યો (૧રા ૧૩:૨૦-૨૨; w૦૮ ૮/૧ ૧૬ ¶૧૦)
જો આપણે જીવનમાં સંતોષ રાખીશું અને નિર્ણયો લેતી વખતે યહોવાની વાત માનીશું તો અનેક મુશ્કેલીઓથી બચી શકીશું.—૧તિ ૬:૮-૧૦.
પોતાને પૂછો: ‘હું જીવન-જરૂરી વસ્તુઓમાં સંતોષ રાખું છું એ કઈ રીતે બતાવી શકું? નિર્ણય લેતી વખતે હું કઈ રીતે મર્યાદા બતાવી શકું?’—ની ૩:૫; ૧૧:૨.