વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 ડિસેમ્બર પાન ૩૨
  • અનુભવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અનુભવ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • બધા લોકોને કરુણા બતાવીએ
  • યહોવાની જેમ કરુણા બતાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • એકબીજાના હમદર્દ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શું તમે મોટી વિપત્તિ માટે તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • “બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 ડિસેમ્બર પાન ૩૨

અનુભવ

બધા લોકોને કરુણા બતાવીએ

એક દિવસની વાત છે. ન્યૂ ઝીલૅન્ડમાં રહેતાં આપણાં બહેને jw.org પર એક વીડિયો જોયો. એમાં બતાવ્યું હતું કે યહોવાના દિલમાં આપણા માટે કરુણા છે અને તે કરુણા બતાવે પણ છે. (યશા. ૬૩:૭-૯) બહેને શીખેલી વાતો લાગુ પાડવાનું અને બીજાઓને મદદ કરવાનું નક્કી કર્યું. એ જ દિવસે પછીથી તે કરિયાણું ખરીદવા ગયાં. ત્યાં તેમને એક ગરીબ સ્ત્રી મળી. તેની પાસે રહેવા માટે ઘર ન હતું. બહેને તેને કહ્યું કે તે ખાવાનું ખરીદીને તેને આપવા માંગે છે. એ સ્ત્રીએ હા પાડી. બહેન ખાવાનું લઈ આવ્યાં અને એ તકનો ઉપયોગ કરીને તેને યહોવા વિશે જણાવ્યું. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા પણ બતાવી.

એ સ્ત્રી રડવા લાગી. તેણે બહેનને જણાવ્યું કે તેનાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી હતાં. તેઓએ તેને સત્ય શીખવ્યું હતું. પણ તેણે સત્ય છોડી દીધું હતું. હવે તેણે યહોવા પાસે પાછા ફરવું હતું. થોડા દિવસોથી તે મદદ માટે યહોવાને પ્રાર્થના પણ કરતી હતી. બહેને તેને બાઇબલ આપ્યું અને તેની સાથે અભ્યાસની ગોઠવણ કરી.a

આપણે પણ યહોવાનું અનુકરણ કરીને લોકોને કરુણા બતાવી શકીએ. સગાં-વહાલાં અને મંડળનાં ભાઈ-બહેનોને પણ કરુણા બતાવી શકીએ. તક મળે ત્યારે લોકોને ખુશખબર જણાવીને બતાવી શકીએ કે આપણા દિલમાં તેઓ માટે કરુણા છે.

a નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે કઈ રીતે મદદ કરી શકો? એ વિશે જાણવા જૂન ૨૦૨૦, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: ‘મારી તરફ પાછા ફરો.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો