અભ્યાસ માટે વિષય
ઊંડો અભ્યાસ કરો, જાગતા રહો
દાનિયેલ ૯:૧-૧૯ વાંચો અને જાણો કે ઊંડો અભ્યાસ કરવો કેમ જરૂરી છે.
આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. હાલમાં જ કયા બનાવો બન્યા હતા? એની દાનિયેલ પર કેવી અસર થઈ હતી? (દાનિ. ૫:૨૯–૬:૫) તમે દાનિયેલની જગ્યાએ હોત તો તમને કેવું લાગ્યું હોત?
બનાવમાં ઊંડા ઊતરો. દાનિયેલે કદાચ કયાં ‘પવિત્ર પુસ્તકોનો’ અભ્યાસ કર્યો હશે? (દાનિ. ૯:૨, ફૂટનોટ; w૨૩.૦૮ ૪ ¶૭) દાનિયેલે કેમ પોતાનાં અને ઇઝરાયેલીઓના પાપ કબૂલ કર્યાં? (લેવી. ૨૬:૩૯-૪૨; ૧ રાજા. ૮:૪૬-૫૦; dp ૧૮૨-૧૮૪) દાનિયેલની પ્રાર્થનાથી કઈ રીતે જોવા મળે છે કે તે શાસ્ત્રવચનોનો ઊંડો અભ્યાસ કરતા હતા?—દાનિ. ૯:૧૧-૧૩.
તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો:
‘દુનિયાના બનાવો જોઈને હું ચિંતામાં ડૂબી ન જઉં એ માટે શું કરી શકું?’ (મીખા. ૭:૭)
‘દાનિયેલની જેમ, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાથી મને કેવો ફાયદો થશે?’ (w૦૪ ૮/૧ ૧૨ ¶૧૭)
‘બાઇબલના કયા વિષયો પર અભ્યાસ કરવાથી મને “જાગતા” રહેવા મદદ મળશે?’ (માથ. ૨૪:૪૨, ૪૪; w૧૨ ૮/૧ ૧૩ ¶૭-૮)