શું તમે આવા સવાલોનો વિચાર કર્યો છે?
જો બધા લોકો શાંતિ ચાહતા હોય, તો આટલા યુદ્ધો કેમ થાય છે?
શું આ હિંસક દુનિયામાં મનની શાંતિ મેળવવી શક્ય છે?
શું ક્યારેય એવો સમય આવશે જ્યારે યુદ્ધો જ નહિ હોય?
એ બધા સવાલોના જવાબ બાઇબલમાં આપ્યા છે. એના જવાબો જાણીને તમને નવાઈ તો લાગશે જ, સાથે દિલાસો પણ મળશે.
તમે પોતે જુઓ કે આ મહત્ત્વના વિષય વિશે બાઇબલમાં શું લખ્યું છે. ચોકીબુરજના આ અંકમાં એ વિશે વધારે જાણો.