બાઇબલના શબ્દો
ઈસુ “આજ્ઞા પાળવાનું શીખ્યા”
ઈસુએ હંમેશાં યહોવાની આજ્ઞા પાળી છે. (યોહા. ૮:૨૯) તો પછી બાઇબલમાં કેમ આવું લખ્યું છે કે તે “સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા”?—હિબ્રૂ. ૫:૮.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો, એમાંની એકેય મુશ્કેલી સ્વર્ગમાં ન હતી. તેમનાં માતા-પિતા યહોવાને ખૂબ પ્રેમ કરતા હતાં, પણ તેઓ પાપી હતાં. (લૂક ૨:૫૧) તેમણે દુષ્ટ ધાર્મિક આગેવાનો અને સરકારી અધિકારીઓના હાથે દુઃખો સહન કરવાં પડ્યાં. (માથ. ૨૬:૫૯; માર્ક ૧૫:૧૫) તેમ જ, તેમનું કરુણ મોત થયું. બાઇબલમાં જણાવ્યું છે: ‘તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી આધીન થયા.’—ફિલિ. ૨:૮, ફૂટનોટ.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે અલગ રીતે આજ્ઞા પાળવાનું શીખ્યા. આમ, તે એવા રાજા અને પ્રમુખ યાજક બની શક્યા, જે આપણી લાગણીઓ સારી રીતે સમજી શકે. (હિબ્રૂ. ૪:૧૫; ૫:૯) દુઃખો સહીને તે જે રીતે આજ્ઞા પાળવાનું શીખ્યા, એનાથી તે યહોવાની નજરમાં વધારે અનમોલ બન્યા અને યહોવા માટે વધારે કરી શક્યા. આપણે પણ અઘરા સંજોગોમાં આજ્ઞા પાળીને યહોવાની નજરમાં વધારે અનમોલ બની શકીએ છીએ અને યહોવા આપણો વધારે ઉપયોગ કરી શકે છે.—યાકૂ. ૧:૪.