વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૫૦
  • ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • શું હું ટેટૂ કરાવી શકું?
    સજાગ બનો!—૨૦૦૩
  • સંગઠિત ગુનામાંથી મુક્ત થવું “હું યાકૂઝા હતો”
    સજાગ બનો!—૧૯૯૭
  • તમે કઈ રીતે સફળ થઈ શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ૬૬૬—આનો અર્થ શું થાય?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૫૦

ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

બાઇબલમાં ફક્ત એક જ વાર છૂંદણાં અથવા ટૅટુનો ઉલ્લેખ થયો છે, લેવીય ૧૯:૨૮માં. ત્યાં લખ્યું છે: “તમે તમારાં શરીર પર છૂંદણાં ન પડાવો.” એ આજ્ઞા ઈશ્વરે પોતાના ઇઝરાયેલી લોકોને આપી હતી. એ આજ્ઞાથી ઇઝરાયેલીઓને પોતાની આસપાસની પ્રજાઓથી અલગ રહેવા મદદ મળી. કેમ કે એ પ્રજાઓ તેઓના દેવોના નામનાં અથવા નિશાનીઓનાં છૂંદણાં કે ટૅટુ કરાવતી હતી. (પુનર્નિયમ ૧૪:૨) ભલે આજે ઈશ્વરભક્તો મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા નથી, પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ઈશ્વરના વિચારો જાણવા મળે છે.

શું ઈશ્વરભક્તોએ ટૅટુ કરાવવું જોઈએ?

એ સવાલનો જવાબ જાણવા આ કલમો તમને મદદ કરશે:

  • ‘સ્ત્રીઓ મર્યાદા રાખીને પોતાને શણગારે.’ (૧ તિમોથી ૨:૯) એ સિદ્ધાંત સ્ત્રીઓ અને પુરુષો બંનેને લાગુ પાડે છે. આપણો દેખાવ એવો ન હોવો જોઈએ કે બીજાઓની લાગણીઓ દુભાય અથવા તેઓનું ધ્યાન આપણા તરફ ખેંચાય.

  • અમુક લોકો એ બતાવવા ટૅટુ કરાવે છે કે તેઓ કોઈ ખાસ સમૂહનો ભાગ છે. બીજા અમુક લોકો ટૅટુથી એ સાબિત કરવા માંગે છે કે તેઓના શરીર પર તેઓનો હક છે, તેઓ પોતાના શરીર સાથે ચાહે એ કરી શકે છે. પણ બાઇબલમાં ઈશ્વરભક્તોને કહેવામાં આવ્યું છે: “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.” (રોમનો ૧૨:૧) તમારી “સમજશક્તિનો” ઉપયોગ કરીને પારખો કે તમારે કેમ ટૅટુ કરાવવું છે. શું ટૅટુ કરાવવાનું કારણ એ છે કે તમે કોઈ ખાસ સમૂહનો ભાગ ગણાવવા માંગો છો કે પછી ફક્ત ફેશન માટે એમ કરાવવું છે? જો એમ હોય, તો યાદ રાખજો કે સમય જતાં તમારા વિચારો બદલાઈ શકે છે, પણ ટૅટુને ભૂંસાવી નહિ શકો, કેમ કે એ હંમેશ માટે રહે છે. એટલે તમારા ઇરાદાઓને પારખો, જેથી સારો નિર્ણય લઈ શકો.—નીતિવચનો ૪:૭.

  • “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.” (નીતિવચનો ૨૧:૫) ઘણા લોકો ટૅટુ કરાવવાનો નિર્ણય ઉતાવળે લે છે, પણ પછી એની અસર નોકરી પર અને બીજાઓ સાથેના સંબંધ પર થાય છે. એટલું જ નહિ, ટૅટુ કઢાવવા ઘણા પૈસા ખર્ચવા પડે છે અને દર્દ પણ સહેવું પડે છે. ટૅટુ કઢાવવાનું કામ જે હદે મોટો વેપાર બની ગયો છે એનાથી અને અમુક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ટૅટુ કરાવનારા ઘણાને પછીથી પસ્તાવો થાય છે અને વિચારે છે, ‘કાશ, મેં ટૅટુ કરાવ્યું જ ન હોત!’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો