ફૂટનોટ
a ઈરાની રાજા કોરેશને ઘણી વાર “એનશાનનો રાજા” કહેવામાં આવતો, જે એલામનો પ્રદેશ અથવા શહેર હતું. યશાયાહના સમયમાં, આઠમી સદી બી.સી.ઈ.માં ઈસ્રાએલીઓ ઈરાનથી બરાબર જાણકાર ન હોય શકે, જ્યારે કે તેઓ એલામથી સારી રીતે જાણકાર હતા. તેથી, અહીં યશાયાહ ઈરાનને બદલે એલામ કહે છે, એ સમજી શકાય એમ છે.