ફૂટનોટ
c બાબેલોનના પતનની યશાયાહની ભવિષ્યવાણી એટલી બધી સાચી ઠરી કે, કેટલાક બાઇબલ ટીકાકારોનું કહેવું છે કે એ જરૂર બનાવો બન્યા પછી લખાઈ હોવી જોઈએ. પરંતુ હેબ્રી તજજ્ઞ એફ. ડેલીત્ઝ નોંધે છે તેમ, જો આપણે સ્વીકારીએ કે કોઈ પ્રબોધકને પરમેશ્વર તરફથી સદીઓ પછી થનાર બનાવો લખવા પ્રેરણા મળી શકે છે તો, એવા અનુમાનો કરવાની કોઈ જ જરૂર નથી.