ફૂટનોટ
c લૂકમાં એ લાલચો જે ક્રમમાં છે, એનાથી માથ્થીનો ક્રમ અલગ છે. માથ્થીના પુસ્તકમાં જે ક્રમમાં લખવામાં આવ્યું છે, એ પ્રમાણે શેતાને ઈસુ સામે લાલચો મૂકી હોય શકે. એનાં ત્રણ કારણો વિચારીએ: (૧) “પછી” શબ્દથી માથ્થીએ બીજી લાલચ વિશે જણાવવાનું શરૂ કર્યું. એ શબ્દથી ખબર પડે છે કે પહેલી લાલચ પછી બીજી લાલચ આપવામાં આવી હતી. (૨) જે લાલચોની શરૂઆતમાં શેતાને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય,” એ બંને લાલચો તેણે પહેલા આપી હશે. શેતાને પહેલી બે વાર એ શબ્દો વાપરીને ચાલાકીથી ઈસુને ફસાવવાની કોશિશ કરી હશે. જ્યારે તેની એ ચાલાકી કામ ન આવી, ત્યારે તેણે દસ આજ્ઞાઓમાંની પહેલી આજ્ઞા તોડવાનું ઈસુને સીધેસીધું કહી દીધું. (નિર્ગ. ૨૦:૨, ૩) (૩) ઈસુએ જે લાલચ વખતે શેતાનને કહ્યું, “અહીંથી ચાલ્યો જા શેતાન!” એ ચોક્કસ ત્રીજી અને છેલ્લી લાલચ હશે.—માથ. ૪:૫, ૧૦, ૧૧.