ફૂટનોટ
a ‘પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે,’ પાઊલના આ વિધાન પર ટીકા આપતા બાઇબલ વિદ્વાન ગોર્ડન ડી. ફી લખે છે: “પાઊલના ધર્મ શિક્ષણ પ્રમાણે એ [સહનશીલતા અને પરોપકાર] પરમેશ્વરના માણસજાત પ્રત્યેના બંને બાજુના વલણને બતાવે છે (રૂમી ૨:૪, સરખાવો). એક બાજુ, પરમેશ્વરે પોતાની વિરુદ્ધ માનવીઓએ કરેલા બળવા પ્રત્યે ક્રોધ ન બતાવીને પ્રેમાળ ધીરજ બતાવી; બીજી બાજુ, તેમનો પરોપકાર હજારો વખત બતાવેલી દયામાંથી જોવા મળે છે. આમ, પાઊલનું પ્રેમનું વર્ણન પરમેશ્વરના બેવડાં વર્ણનથી શરૂ થાય છે જેમાં, તેમણે ખ્રિસ્ત દ્વારા સહનશીલતા બતાવી છે અને પરમેશ્વરના ન્યાયચુકાદાને યોગ્ય વ્યક્તિઓ પ્રત્યે પણ તે કૃપા બતાવે છે.”