ફૂટનોટ
a વિદેશીઓનું આંગણું અને અંદરના આંગણાં વચ્ચે ત્રણ હાથ ઊંચી પથ્થરની દીવાલ હતી, જેના પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું. એ દીવાલની વચ્ચે ગ્રીક અને લેટીન ભાષામાં કંઈક આમ લખવામાં આવ્યું હતું: “કોઈ પણ વિદેશીએ આ સીમાને પાર કરવી નહિ અને પવિત્રસ્થાનની ચારેબાજુ આવેલી દીવાલને ઓળંગવી નહિ. આ નિયમને તોડતા જે કોઈ પણ પકડાશે તેને ફાંસીની સજા કરવામાં આવશે અને એ માટે તે પોતે જવાબદાર હશે.”