ફૂટનોટ
a પછીથી, પાઊલે ફરીથી યોહાન માર્ક સાથે કામ કર્યું હતું.—કોલોસી ૪:૧૦.
[પાન ૩૦ પર બોક્સ]
સેવકાઈ ચાકરો શું કરી શકે
વડીલો તાલીમ આપે તેમ, સેવકાઈ ચાકરોએ પણ પ્રગતિ કરવા પોતાનાથી બનતું બધુ જ કરવું જોઈએ.
—સેવકાઈ ચાકરોને જે કામ સોંપવામાં આવ્યું હોય એને તેઓએ દિલ લગાડીને કરવું જોઈએ અને ભરોસાપાત્ર બનવું જોઈએ. તેઓએ બાઇબલ અભ્યાસ કરવાની આદત પાડવી જોઈએ. આપણે અભ્યાસ કરીને કેટલું જીવનમાં લાગુ પાડીએ છીએ, એના પરથી મોટા ભાગે આપણી પ્રગતિ દેખાઈ આવશે.
—એક સેવકાઈ ચાકર મંડળમાં વાર્તાલાપ આપવા માટેની તૈયારી કરતો હોય ત્યારે, તેણે એની માહિતી કઈ રીતે રજૂ કરવી, એ વિષે અનુભવી વડીલ પાસેથી મદદ લેતા અચકાવું જોઈએ નહિ.
—સેવકાઈ ચાકર પોતે જે રીતે વાર્તાલાપ આપે છે એમાં ક્યાં સુધારા કરવાની જરૂર છે એ માટે સલાહ આપવા તે કોઈ વડીલને નોંધ લેવાનું કહી શકે.
સેવકાઈ ચાકરોએ વડીલો પાસેથી સલાહ માંગવી જોઈએ અને એને સ્વીકારીને લાગુ પાડવી જોઈએ. આ રીતે, તેઓની “પ્રગતિ સર્વેના જાણવામાં” આવશે.—૧ તીમોથી ૪:૧૫.