ફૂટનોટ
a બીજું કંઈ જણાવવામાં આવ્યું ન હોય તો, દરેક કલમો સંપૂર્ણ બાઇબલમાંથી ટાંકવામાં આવી છે.
[પાન ૬ પર બોક્સ]
શુદ્ધ ભક્તિ કરવા મદદ કરવામાં આવી
આલ્બેનિયામાં ઑલિવેરા નામની સ્ત્રી ઑર્થોડૉક્સ ચર્ચની ધર્મચુસ્ત સભ્ય હતી. પરંતુ, ૧૯૬૭માં એ દેશે, ધર્મ પર પ્રતિબંધો મૂક્યા ત્યારે ઑલિવેરા ખાનગીમાં પણ પોતાનો ધર્મ પાળતી હતી. તે પોતાના પેન્શનનો મોટા ભાગનો ઉપયોગ સોના-ચાંદીની મૂર્તિઓ તથા ધૂપ અને મીણબત્તીઓ ખરીદવામાં કરતી હતી. તે આ બધું ચોરાય ન જાય એ માટે એને પથારી નીચે સંતાડીને બાજુની ખુરશીમાં સૂઈ જતી. વર્ષ ૧૯૯૦માં, યહોવાહના સાક્ષીઓએ ઑલિવેરાને બાઇબલનો સંદેશો આપ્યો ત્યારે, તે એનાથી ખૂબ પ્રભાવિત થઈ. તેણે જોયું કે સાચી ભક્તિ “સચ્ચાઈથી” કરવી જોઈએ અને તે એ પણ શીખી કે પરમેશ્વર મૂર્તિઓ વિષે શું કહે છે. (યોહાન ૪:૨૪) ઑલિવેરાને બાઇબલમાંથી શીખવનાર બહેને નોંધ્યું કે તેના ઘરમાં ધીમે ધીમે મૂર્તિઓ ઓછી થવા લાગી હતી. સમય જતા, તેના ઘરમાં એક પણ મૂર્તિ ન હતી. ઑલિવેરાએ પોતાના બાપ્તિસ્મા પછી જણાવ્યું: “હવે મને ખબર પડી કે મૂર્તિઓ વગર યહોવાહનો પવિત્ર આત્મા મને મદદ આપે છે, એ બદલ હું તેમનો ખૂબ જ ઉપકાર માનું છું.”
ગ્રીસના લેસવૉસ ટાપુની ઍથીના નામની સ્ત્રી ઑર્થોડૉક્સ ચર્ચની ઉત્સાહી સભ્ય હતી. તે એ ચર્ચમાં ભજન મંડળીની સભ્ય હતી. તેમ જ, તે બધા જ ધાર્મિક રિવાજો પાળતી અને મૂર્તિઓને પણ ભજતી હતી. યહોવાહના સાક્ષીઓએ ઍથીનાને બાઇબલમાંથી બતાવ્યું કે તે જે માને છે એ બધું જ બાઇબલ આધારિત નથી. તેમ જ, તે એ પણ શીખી કે પરમેશ્વરને ભજવા માટે મૂર્તિઓ અને ક્રોસની જરૂર નથી. ઍથીના, પોતાની માન્યતાઓ વિષે સંશોધન અને ઊંડો અભ્યાસ કરવાથી જોઈ શકી કે તેની માન્યતાઓ બાઇબલ આધારિત નથી. ઍથીના પરમેશ્વરની સાચા દિલથી ભક્તિ કરવા ચાહતી હોવાથી, તેણે બધી જ કીમતી મૂર્તિઓ કાઢી નાખી. હા, ઍથીના પરમેશ્વરની શુદ્ધ ભક્તિ કરવા બધું જ ગુમાવવા તૈયાર હતી.—પ્રેષિતોનાં ચરિતો ૧૯:૧૯.
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
શોખ માટે મૂર્તિઓ?
આજે બધી જ બાજુ, અમુક લોકો ઑર્થોડૉક્સ ચર્ચની મૂર્તિઓ કે ચિત્રોને શોખને કારણે ખરીદી રહ્યાં છે. તેઓ એને ધાર્મિક વસ્તુઓ તરીકે લેતા નથી, પરંતુ બાયઝાન્ટાઈનની સંસ્કૃતિની યાદગીરી માટે લઈ રહ્યાં છે. તેથી, નાસ્તિકો પણ પોતાની ઑફિસ અને ઘરને શણગારવા માટે આવી મૂર્તિઓનો ઉપયોગ કરે છે.
તેમ છતાં, સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે મૂર્તિઓનો શાને માટે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ જાણે છે કે લોકો એના દ્વારા પરમેશ્વરને ભજે છે. જો કે, મૂર્તિઓ રાખવી કે નહીં એ વિષે યહોવાહના સાક્ષીઓ બીજાઓને કહી શકતા નથી. પરંતુ તેઓ શોખને લીધે પણ કોઈ પ્રકારની મૂર્તિઓ કે ધાર્મિક ચિત્રોને રાખતા નથી. આ બાબત અનુસંહિતા ૭:૨૬માં જોવા મળતા શિક્ષણના સુમેળમાં છે. એ કહે છે: “તમારે કોઈ ધિક્કારપાત્ર મૂર્તિને ઘરમાં ઘાલવી નહિ, નહિ તો તમે પણ એની જેમ શાપ વહોરી લેશો. તમારે એને ધૃણા અને ધિક્કારપાત્ર વસ્તુ જ ગણવી, કારણ, એ શાપિત વસ્તુ છે.”
[પાન ૭ પર ચિત્ર]
પરમેશ્વરે મૂર્તિપૂજાને ચલાવી લીધી ન હતી
[પાન ૮ પર ચિત્ર]
બાઇબલનું શિક્ષણ આપણને પ્રેમ અને સત્યથી પરમેશ્વરને ભજવા મદદ કરી શકે