ફૂટનોટ
b સપ્ટેમ્બર ૧, ૧૯૯૮ના ચોકીબુરજમાં, “બીમારી—એમાં શેતાનનો હાથ છે?” લેખ જુઓ.
[પાન ૫ પર બોક્સ/ચિત્ર]
જગતભરની અમુક અંધશ્રદ્ધાઓ
• ચોખાના વાટકામાં ચૉપસ્ટિક ઊભી હોય તો કોઈકનું મરણ થાય છે
• ઘુવડને તાપમાં બેઠેલું જોવાથી અપશુકન થાય છે
• ધાર્મિક વિધિમાં મીણબત્તી ઓલવાઈ જવાનો અર્થ એમ થાય છે કે ત્યાં દુષ્ટ આત્માઓ છે
• છત્રી નીચે પડે તો, ઘરમાં કોઈનું ખૂન થશે
• ખાટલા પર ટોપી મૂકવામાં આવે તો અપશુકન કહેવાય
• ઘંટ કે બેલ વગાડવાથી ભૂત-પિશાચો નાસી જાય
• જન્મદિવસ ઉજવતી વખતે કેક પર સળગતી મીણબત્તીઓ એક જ ફૂંકમાં ઓલવાઈ જાય તો દિલની ઇચ્છાઓ પૂરી થશે
• પલંગને અડીને ઝાડુ ઊભું રાખ્યું હોય તો, એમાંથી ભૂત-પિશાચો અપશુકન કરશે
• રસ્તે ચાલતા કાળી બિલાડી રસ્તો ઓળંગે તો અપશુકન થાય છે
• જમવાનો ફૉર્ક નીચે પડી જાય તો, કોઈ પુરુષ ઘરે મુલાકાતે આવશે
• ચિત્રમાં હાથીઓનું મોઢું દરવાજા તરફ હોય તો શુકન કહેવાય
• બારણાની સાખ પર ઘોડાની નાળ હોય તો શુકન કહેવાય
• ઘરમાં આઇવિ નામની વેલ રાખવાથી ભૂત-પિશાચોથી રક્ષણ મળે
• સીડી નીચે ચાલવું અપશુકન કહેવાય
• અરીસો તૂટી જાય તો સાત વર્ષ અપશુકન થશે
• મરી વેરાઈ જાય તો, તમારા ખાસ મિત્ર સાથે ઝઘડો થશે
• નિમક વેરાઈ જાય તો, તમારા ડાબા ખભા પરથી ચપટી નિમક નાખવું જોઈએ, નહિ તો અપશુકન થશે
• ઝૂલતી ખુરશીમાંથી ઊઠ્યા પછી એ ઝૂલ્યા કરે તો, એમાં ભૂત-પિશાચો આવીને બેસશે
• ઊંધા જોડા રાખવાથી અપશુકન થાય છે
• કોઈ મરી જાય ત્યારે, બારી ખુલ્લી રાખવી જોઈએ જેથી તેનો જીવ બહાર નીકળી શકે
[પાન ૬ પર બોક્સ]
શુકન-અપશુકનના પંજામાંથી છૂટી
દક્ષિણ આફ્રિકાના એક ભાગમાં યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરી રહ્યા હતા. તેઓએ એક દરવાજો ખખડાવ્યો ત્યારે સ્ત્રીએ આવીને ખોલ્યું. તે સાનગોમા (એટલે ડાકણ) હોવાથી તેણે પોતાનો ડ્રૅસ પહેર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે ત્યાંથી જલદી ચાલ્યા જાય, પરંતુ એ સ્ત્રીને સંદેશો સાંભળવો હતો. તેઓમાંના એક યહોવાહના સાક્ષીએ તેને મેલી વિદ્યા વિષે દેવ શું કહે છે એ પુનર્નિયમ ૧૮:૧૦-૧૨માંથી વાંચી સંભળાવ્યું. તેને એ ગમ્યું હોવાથી તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થઈ. તેણે કહ્યું કે બાઇબલ અભ્યાસ કર્યા પછી મને ખાતરી થશે કે યહોવાહ પરમેશ્વરને મેલી વિદ્યા પસંદ નથી, તો હું એ છોડી દઈશ.
તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો, એ પુસ્તકમાંથી દસ પ્રકરણનો અભ્યાસ કર્યો. એ પછી તેણે જંતરમંતરને લગતી વસ્તુઓ બાળી નાખી અને યહોવાહના સાક્ષીઓની સભામાં જવા લાગી. એ ઉપરાંત, તે પોતાના પતિથી ૧૭ વર્ષ સુધી અલગ રહેતી હતી. તેથી, તે બાઇબલમાંથી જે શીખી એ કારણે પોતાના પતિ સાથે ફરીથી રહેવા ગઈ. તેઓ બંને બાપ્તિસ્મા પામીને આજે યહોવાહના સાક્ષી તરીકે સેવા આપી રહ્યા છે.
[પાન ૬ પર ચિત્ર]
“સાનગોમા” હાડકાઓ નાખીને જોષ જુએ છે
[પાન ૭ પર ચિત્રો]
ફક્ત યહોવાહનું સત્ય જ સાચું સુખ અને રક્ષણ આપી શકે