ફૂટનોટ
b વિલ્યમ. ઈ. વાઈનનો શબ્દ કોશ જણાવે છે કે ગ્રીકમાં ‘જાગૃત રહેવાનો’ અર્થ ‘ઊંઘ ઉડાવી’ થાય છે. એ “બતાવે છે કે ઉભા રહીને ચોકી કરતા રહેવું જોઈએ નહિ કે પલંગમાં આંખો ખુલ્લી રાખીને પડ્યા રહીએ.”
તમે કેવો જવાબ આપશો?
•આપણે કઈ રીતે વિશ્વાસ દૃઢ કરી શકીએ કે દુષ્ટ જગતનો અંત નજીક છે?
•પીતર, યાકૂબ અને યોહાનના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?
•કયા ત્રણ ગુણો આપણને વિશ્વાસમાં જાગૃત રહેવા મદદ કરશે?
•શા માટે આ સમય સત્યને વળગી રહેવાનો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) વાન શું શીખ્યો? (ખ) ઈસુ ચોરના ઉદાહરણમાંથી શું શીખવવા માંગતા હતા?
૩. ઈસુએ જાગતા રહેવાનું મહત્ત્વ કઈ રીતે સમજાવ્યું?
૪. ઈસુએ આપણને જાગૃત રહેવા કઈ રીતે ઉત્તેજન આપ્યું?
૫. પાઊલના કહ્યા પ્રમાણે આપણે કઈ રીતે ‘સાવધ રહી’ શકીએ?
૬. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે આપણે વિશ્વાસમાં જાગૃત ન રહીએ તો ઊંઘી જઈ શકીએ?
૭. બાઇબલની કઈ કલમ જાગૃત રહેવા આપણને ઉત્તેજન આપે છે અને એમ ન કરવાથી શું થઈ શકે?
૮. ગેથસેમાના બાગમાં ઈસુએ ત્રણ પ્રેષિતોને જાગતા રહેવાનું કહ્યું ત્યારે શું થયું?
૯. પ્રેષિતો શા કારણે જાગૃત રહી ન શક્યા?
૧૦, ૧૧. (ક) ઈસુ થાકી ગયા હતા છતાં તેમણે ગેથસેમાના બાગમાં શું કર્યું? (ખ) ઈસુએ ત્રણ પ્રેષિતોને શું કહ્યું હતું અને એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૨. પાઊલે જાગતા રહેવા વિષે કયા ત્રણ ગુણો પર ભાર મૂક્યો?
૧૩. વિશ્વાસ આપણને જાગૃત રહેવા કઈ રીતે મદદ કરશે?
૧૪. શા માટે સાવધ રહેવા આશા મહત્ત્વની છે?
૧૫. પ્રેમ આપણને કઈ રીતે અંત સુધી ટકી રહેવા મદદ કરે છે?
૧૬. વિશ્વાસમાં ઠંડા ન પડીએ માટે આપણે શું કરવું જોઈએ?
૧૭. (ક) આપણા ધાર્યા પ્રમાણે દુષ્ટ જગતનો અંત ન આવે તો શા માટે નિરાશ થવું ન જોઈએ? (પાન ૨૧ પરનું બોક્સ જુઓ) (ખ) શું કરવાથી આપણને આશીર્વાદ મળશે?
[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]
‘વાટ જોનારાઓને ધન્ય છે.’—દાનીયેલ ૧૨:૧૨
કલ્પના કરો કે જે ઘરની ચોકીદાર ચોકી કરે છે ત્યાં ચોર આવવાનો છે એવી તેને ખબર પડે છે. રાત થાય છે તેમ કોઈપણ અવાજથી ચોકીદારને જાણે ચોર આવ્યો હોય એમ લાગે છે. તેથી, તે એકદમ સાવધ થઈ જાય છે. પછી ભલેને પવનના કારણે ઝાડ-પાન હલે અથવા બીજો કોઈ પણ અવાજ આવે પરંતુ તેને એવું લાગી શકે કે ચોર આવ્યો છે.—લુક ૧૨:૩૯, ૪૦.
એવી જ રીતે જેઓ ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જુએ છે’ તેઓને પણ એવું થઈ શકે. (૧ કોરીંથી ૧:૭) ખ્રિસ્તના શિષ્યો એમ માનતા હતા કે ઈસુ સજીવન થયા પછી “ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન” કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬) વર્ષો પછી, થેસ્સાલોનીકીના ખ્રિસ્તીઓને યાદ અપાવવાની જરૂર પડી કે ઈસુ હજુ ભાવિમાં રાજા થશે. (૨ થેસ્સાલોનીકી ૨:૩, ૮) તેમ છતાં, ઈસુના શિષ્યોએ યહોવાહના દિવસ વિષે અફવા સાંભળીને પણ જીવનનો માર્ગ છોડ્યો નહિ.—માત્થી ૭:૧૩.
આપણા ધાર્યા પ્રમાણે દુષ્ટ જગતનો અંત ન આવે તો, આપણે પણ નિરાશ થયા વગર જાગતા રહેવું જોઈએ. પછી ગમે એ અવાજ આવે પણ ચોકીદારે તો જાગતા જ રહેવું જોઈએ કેમ કે, એ તેની જવાબદારી છે. એવી જ રીતે આપણે પણ વિશ્વાસમાં જાગૃત રહેવું જોઈએ.
[પાન ૧૮ પર ચિત્ર]
શું તમને ખાતરી છે કે યહોવાહનો દિવસ નજીક છે?
[પાન ૧૯ પર ચિત્ર]
સભા, પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ કરવાથી જાગતા રહી શકીએ છીએ
[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]
આપણે પણ માર્ગરેટની જેમ ધીરજ રાખીને જાગતા રહીએ