ફૂટનોટ
b આપણે જાણીએ છીએ કે માનવ સરકાર ઘણી વાર જંગલી પ્રાણીની માફક વર્તે છે. તેમ છતાં, સાચા ખ્રિસ્તીઓ બાઇબલમાં માનતા હોવાથી તેઓ સરકારી “મુખ્ય અધિકારીઓને” આધીન રહે છે. (રૂમી ૧૩:૧) પરંતુ, આ અધિકારીઓ તેઓને પરમેશ્વરના નિયમની વિરુદ્ધમાં કામ કરવાનું કહે છે ત્યારે, તેઓ ‘માણસો કરતાં દેવનું વધારે માને છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
[પાન ૫ પર બોક્સ]
૬૬૬ નંબરના અર્થની નિશાનીઓ
૧. બાઇબલના સમયમાં વ્યક્તિની શાખ પરથી તેને નામ આપવામાં આવતું. જેમ કે, અબ્રાહામ, ઈસુ વગેરે. એવી જ રીતે, ભયાનક જાનવરનાં લક્ષણ પરથી ૬૬૬ નંબરનું નામ આપવામાં આવ્યું છે.
૨. બાઇબલમાં દાનીયેલના પુસ્તકમાં જુદાં જુદાં જાનવરો એટલે એક પછી એક રાજ્ય કે સામ્રાજ્ય આવીને દુનિયા પર રાજ કરશે. પ્રકટીકરણ ૧૩:૧, ૨માં એક ડરામણા જાનવર વિષે જણાવવામાં આવ્યું છે, જે બધી જ સરકારોને રજૂ કરે છે. તેઓ પર શેતાન રાજ કરે છે.
૩. ભયાનક જાનવરની છાપ “માણસના નામની સંખ્યા” છે. એનો અર્થ થાય કે તેનામાં કોઈ દુષ્ટ આત્મા નથી પણ એમાં માણસનાં લક્ષણો છે. એ બતાવી આપે છે કે માણસની જેમ સરકારો પણ અપૂર્ણ છે.
૪. યહોવાહ પરમેશ્વરની નજરમાં સાત નંબર સંપૂર્ણ છે. પરંતુ સાતમાં એક ખૂટતા છ અપૂર્ણ કહેવાય. એ કારણથી ૬ ત્રણ વાર ૬૬૬ લખવાથી અપૂર્ણતા પર ભાર મૂકે છે.
[પાન ૬ પર ચિત્ર]
માનવ સરકારો તદ્દન નિષ્ફળ ગઈ છે, ૬૬૬ નંબર એકદમ યોગ્ય છે
[ક્રેડીટ લાઈન]
ભૂખે મરતું બાળક: UNITED NATIONS/Photo by F. GRIFFING
[પાન ૭ પર ચિત્ર]
ઈસુ ખ્રિસ્તનું રાજ પૃથ્વી પર આવું હશે