ફૂટનોટ
a એવું લાગે છે કે કેદિશ પ્રાર્થના ઈસુના સમયમાં કે એના પહેલા શરૂ થઈ હતી. જોકે હજુ પણ અમુકને એ વિષે શંકા છે. પણ પ્રભુની પ્રાર્થનાની જેમ કેદિશ પ્રાર્થનામાં લોકો ઈશ્વરનું નામ પવિત્ર મનાવવા વિનંતી કરે છે. એ બે પ્રાર્થનામાં અમુક વિચારો સરખા છે. શા માટે? કેમ કે જ્યારે ઈસુએ પ્રભુની પ્રાર્થના વિષે કહ્યું ત્યારે જણાવેલી વિનંતીઓ નવી ન હતી. દરેક વિનંતી પવિત્ર શાસ્ત્રમાંથી લીધેલી હતી. એટલે ઈસુએ ઉત્તેજન આપ્યું કે યહુદીઓએ પણ એવી વિનંતીઓ કરવી જોઈએ.