ફૂટનોટ
a ગુજરાતી બાઇબલની જેમ અમુક બીજા અનુવાદ કહે છે કે ઈસુ ‘આવશે’ કે તેમનું ‘આગમન થશે.’ પણ અહીંયા ખરો અનુવાદ થયો નથી, કેમ કે એ શબ્દો બસ એક ટૂંકો બનાવ બતાવે છે. પણ ઈસુએ એમ ન કહ્યું કે જળપ્રલય આવ્યો ને ગયો તેમ તેમનું રાજ હશે. ના, એ કંઈ નાનો બનાવ નહિ હોય. પણ ઈસુએ કહ્યું કે તેમનું રાજ ‘નુહના સમય’ કે જમાના જેવું હશે. એટલે કે એ લાંબો સમયગાળો ચાલશે. નુહના જમાનાની જેમ ઈસુ રાજ કરવા લાગશે ત્યારે અમુક સમયગાળા પછી દુનિયાનો અંત આવશે. નુહના સમયની જેમ જ આ જમાનામાં પણ લોકો રોજિંદા જીવનમાં ડૂબેલા હશે. તેઓ યહોવાહની ચેતવણી સાંભળશે જ નહિ.