ફૂટનોટ
a દૃષ્ટાંતમાં “જુઓ, વર આવ્યો!” એ પોકાર વચ્ચે (કલમ ૬) અને વરના આવવા (કલમ ૧૦) વચ્ચે, એક સમયગાળો બતાવવામાં આવ્યો છે. છેલ્લા દિવસો દરમિયાન અભિષિક્ત જનો જાગતા રહ્યા છે. તેઓ ઈસુની હાજરી દર્શાવતી નિશાનીઓ પારખી શક્યા છે. એ કારણે, તેઓ જાણે છે કે ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજ કરી રહ્યા છે. તેમ છતાં, ઈસુ આવે ત્યાં સુધી તેઓએ જાગતા રહેવું જ પડશે.