ફૂટનોટ
a આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે ચાહીએ છીએ કે ભક્તિમાં આપણાથી બનતું બધું કરીએ. કદાચ આપણે સેવામાં વધુ કરવાનો અથવા મંડળમાં વધારે જવાબદારી માટે લાયક બનવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એટલી મહેનત કર્યા પછી પણ એ ધ્યેયો પૂરા ન કરી શકીએ. એવા સમયે ખુશી જાળવવા અને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા શું કરી શકીએ? ઈસુએ આપેલા તાલંતના ઉદાહરણમાંથી એ સવાલનો જવાબ મળશે.