૩૦
યહોવાનું સોનેરી રાજ
૧. યહોવા તું છો મહાન, દેખાય તારા રાજની શાન
ઈસુ તો બેઠા છે રાજગાદી પર
ધરતીમાં રોનક લાવશે, જીવનમાં ઉમંગ આવશે
નવો યુગ લાવશે, નવો જમાનો લાવશે
(ટેક)
આ ધરતી પર કદી સુખ આવશે?
હા યહોવા જરૂર લાવશે
તો યહોવા કેવું સુખ લાવશે?
દુઃખનાં આંસુ લૂછી નાખશે
યહોવા તો સૌથી મહાન
એનો હું માનું એહસાન
૨. ઘનઘોર ઘટા છવાય છે, આર્માગેદન ઘેરાય છે
લે છે શેતાનની દુન્યા આખરી શ્વાસ
જઈને સૌને જગાડો, આ સંદેશો ફેલાવો
સૌ લોકોનો જીવ તમે જઈને બચાવો
(ટેક)
આ ધરતી પર કદી સુખ આવશે?
હા યહોવા જરૂર લાવશે
તો યહોવા કેવું સુખ લાવશે?
દુઃખનાં આંસુ લૂછી નાખશે
યહોવા તો સૌથી મહાન
એનો હું માનું એહસાન
૩. રાજા ઈસુ મહાન છે, રાજાઓના રાજા છે
એની સામે સૌનું માથું ઝૂકે
યહોવા આગળ નમ્યે, એક અરજ આપણે કરʼયે
આ ધરતી પર તેનું સોનેરી રાજ આવે
(ટેક)
આ ધરતી પર કદી સુખ આવશે?
હા યહોવા જરૂર લાવશે
તો યહોવા કેવું સુખ લાવશે?
દુઃખનાં આંસુ લૂછી નાખશે
યહોવા તો સૌથી મહાન
એનો હું માનું એહસાન
(૨ શમૂ. ૭:૨૨; દાની. ૨:૪૪; પ્રકટી. ૭:૧૫ પણ જુઓ.)