૧૫
સૃષ્ટિ આપે યહોવાની ઓળખ
૧. હે યહોવા મારું દિલ જાણે છે
ચાંદો સૂરજ તેં ઘડ્યા છે હાથે
એને જોઈને તારી ભક્તિ કરશે
નિરાધાર જે તને શોધે આજે
એને જોઈને તારી ભક્તિ કરશે
નિરાધાર જે તને શોધે આજે
૨. મહાસાગર છે તારા ખોબામાં
ગગન સમાય તારા હાથની વેંતમાં
અજબ જેવી એ તો કેવી વાત છે
કે તું મને સાંભળે છે ધ્યાન દઈને
અજબ જેવી એ તો કેવી વાત છે
કે તું મને સાંભળે છે ધ્યાન દઈને
૩. તારો નિયમ એક રૂપાનો હાર છે
એ તો મારા દિલને સજાવે છે
મારા અંતરમાં આનંદ છલકાવે
મારા નયનમાં જ્યોતિ ઝળકાવે
મારા અંતરમાં આનંદ છલકાવે
મારા નયનમાં જ્યોતિ ઝળકાવે
(ગીત. ૧૨:૬; ૮૯:૭; ૧૪૪:૩; રોમ. ૧:૨૦ પણ જુઓ.)