ગીત ૩૭
પૂરા જીવથી યહોવાને પ્રેમ કરું
૧. હે યહોવા મારા ઈશ્વર
દિલમાં છે તારા પ્રેમનું ઝરણું
પ્યાલો તારા પ્રેમનો ભરી
રેડી દઉં હું સેવામાં તારી
તારી ભક્તિમાં ડૂબી જઈને
સુંદર મોતી દિલમાં ભરું
(ટેક)
હે યહોવા મારા પિતા
પૂરા જીવથી તને પ્રેમ કરું
૨. ચાંદો સૂરજ તો ચમકાવે
બોલ્યા વિના તારું નામ બધે
તેં મને છે વાણી આપી
તો કેમ ના ગાઉં હું તારા ગુણગાન
તારા પ્રેમના પ્રકાશમાં ચાલું
એમાં ચમકે જીવન મારું
(ટેક)
હે યહોવા મારા પિતા
પૂરા જીવથી તને પ્રેમ કરું
(પુન. ૬:૧૫; ગીત. ૪૦:૮; ૧૧૩:૧-૩; સભા. ૫:૪; યોહા. ૪:૩૪ પણ જુઓ.)