ગીત ૨૦
તમારો વહાલો દીકરો આપ્યો
૧. યહોવા, હે ઈશ્વર
મહાન છે તારાં કામ
ઈસુએ જીવ અર્પી
આશા આપી છે
મારું આ જીવન છે
તારા માટે ઈશ્વર
દોરું સૌને હવે
હું તારી પાસે રે
(ટેક)
અમને તેં આપ્યો છે
તારો દીકરો વ્હાલો
યાદ રાખ્યે જિંદગીભર
કર્યો છે પ્રેમ તેં સર્વને
૨. યહોવા, હે ઈશ્વર
મળ્યો છે તારો સાથ
દિલનો એક ટુકડો
તેં આપ્યો છે અમને
એક દીકરો આપ્યો છે
દુન્યાને તારવાને
જીવનની આપી ભેટ
કરી તેં અમને પ્રીત
(ટેક)
અમને તેં આપ્યો છે
તારો દીકરો વ્હાલો
યાદ રાખ્યે જિંદગીભર
કર્યો છે પ્રેમ તેં સર્વને
(છેલ્લી પંક્તિઓ)
યહોવા, હે ઈશ્વર, તને કર્યે નમન
અમારા માટે તેં દીકરો કર્યો છે કુરબાન
(યોહા. ૩:૧૬; ૧૫:૧૩ પણ જુઓ.)