-
આશ્શૂરથી બીતા નહિયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
રાજા આહાઝે સલામતી માટે આશ્શૂરની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો. યશાયાહ ભાખે છે કે, ઈસ્રાએલના બચી ગયેલા લોકો કદી પણ આવી મૂર્ખાઈ ફરીથી કરશે નહિ. યશાયાહ ૧૦:૨૦ કહે છે કે, “યહોવાહ જે ઈસ્રાએલનો પવિત્ર દેવ છે, તેના પર તેઓ ખરા હૃદયથી આધાર રાખશે.” જો કે ૨૧મી કલમ બતાવે છે કે, બહુ થોડા લોકો એમ કરશે, કેમ કે ફક્ત ‘શેષ પાછો આવશે.’ એ આપણને યશાયાહના પુત્ર શઆર-યાશૂબની યાદ અપાવે છે, જે ઈસ્રાએલ માટે ચિહ્નરૂપ છે, અને જેના નામનો અર્થ થાય “ફક્ત શેષભાગ પાછો ફરશે.” (યશાયાહ ૭:૩) યશાયાહ ૧૦:૨૨ આવનાર “વિનાશ” વિષે ચેતવણી આપે છે. એ વિનાશ ન્યાયી હશે, કારણ કે એ હઠીલા લોકો સજાને યોગ્ય જ છે. તેથી, દેશના “લોક સમુદ્રની રેતી જેટલા હશે,” પણ એમાંથી માત્ર શેષભાગ જ પાછો ફરશે. કલમ ૨૩ પ્રમાણે, આ વિનાશની અસર આખા દેશમાં થશે. આ વખતે, યરૂશાલેમ પણ બાકી રહેશે નહિ.
-
-
આશ્શૂરથી બીતા નહિયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
રૂમી ૯:૨૭, ૨૮માં બતાવ્યા પ્રમાણે, યશાયાહ ૧૦: ૨૦- ૨૩માંની ભવિષ્યવાણી પ્રથમ સદીમાં પણ પરિપૂર્ણ થઈ. (સરખાવો યશાયાહ ૧:૯; રૂમી ૯:૨૯.) પાઊલે સમજણ આપી કે, સાંકેતિક રીતે, યહુદીનો “શેષ” પ્રથમ સદીમાં યહોવાહ પાસે ‘પાછો ફર્યો.’ એટલે કે, થોડાક વિશ્વાસુ યહુદીઓ ઈસુ ખ્રિસ્તના અનુયાયી બન્યા, અને “આત્માથી તથા સત્યતાથી” યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવા લાગ્યા. (યોહાન ૪:૨૪) પછીથી, એમાં બિન-ઈસ્રાએલીઓનો પણ ઉમેરો થયો, જેઓએ સાંકેતિક રીતે ‘દેવનું ઈસ્રાએલ’ બનાવ્યું. (ગલાતી ૬:૧૬) એ પ્રસંગે, યશાયાહ ૧૦:૨૦માંના શબ્દો પૂરા થયા: યહોવાહ પરમેશ્વરને સમર્પિત પ્રજા ફરીથી કદી પણ તેમને છોડીને મનુષ્ય પાસે સલામતી શોધવા જશે નહિ.
-