-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૭. ‘આકાશો’ શું છે અને “આકાશોનાં સર્વ સૈન્યો” શું છે?
૭ ફરીથી, આબેહૂબ કલ્પના કરીને યશાયાહ કહે છે: “આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને આકાશો ઓળિયાની પેઠે લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી પાંદડાં સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો નાશ પામશે.” (યશાયાહ ૩૪:૪) “આકાશોનાં સર્વ સૈન્યો” શબ્દોનો અર્થ તારાઓ અને ગ્રહો થતો નથી. પાંચમી અને છઠ્ઠી કલમો જણાવે છે કે એ ‘આકાશોમાં’ ન્યાયકરણની તરવાર લોહી પીને ચકચૂર થઈ છે. તેથી, એ માનવને લગતી કોઈ ચીજનું ચિહ્ન હોવું જોઈએ. (૧ કોરીંથી ૧૫:૫૦) હા, અધિકારીઓ તરીકેના તેઓના ઊંચા સ્થાનને કારણે, મનુષ્યોની સરકારોને આકાશ સાથે સરખાવી છે, જેઓ માનવ સમાજ પર શાસન કરે છે. (રૂમી ૧૩:૧-૪) તેથી, “આકાશોનાં સર્વ સૈન્યો” મનુષ્યોની સર્વ સરકારોને દર્શાવે છે.
૮. કઈ રીતે સાંકેતિક આકાશો “ઓળિયાની” જેવા સાબિત થશે અને તેઓના ‘સૈન્યોનું’ શું થશે?
૮ જાણે વિનાશ પામનાર વસ્તુની માફક, એ “સૈન્યો પીગળી જશે.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬; યશાયાહ ૫૧:૬) આપણી નજરે જોઈએ છીએ એ આકાશ વળેલું દેખાય છે, જેમ કે પહેલાંના જમાનામાં વીંટાઓ હતા, જેની અંદરની બાજુએ લખવામાં આવતું. એ વીંટાનું લખાણ વાંચક વાંચી લે એટલે એને વીંટીને એક બાજુ મૂકી દેવામાં આવતો. એ જ પ્રમાણે “આકાશો ઓળિયાની પેઠે લપેટાશે,” એટલે કે માનવ સરકારોનો અંત જરૂર આવશે. તેઓના ઇતિહાસના અંતે પહોંચીને, તેઓનો આર્માગેદનમાં અંત આવશે. તેઓના શૂરવીર “સૈન્યો” દ્રાક્ષાવેલા પરના પાંદડાની માફક અને સૂકાએલા અંજીરની જેમ ખરી પડશે. તેઓનો જમાનો એક ઇતિહાસ બની ગયો હશે.—પ્રકટીકરણ ૬:૧૨-૧૪ સરખાવો.
-
-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
[પાન ૩૬૦ પર ચિત્ર]
“આકાશો ઓળિયાની પેઠે લપેટાશે”
-