૫૧
યહોવા અમારો આધાર
૧. રાજાઓના રાજા, નમે છે બધા તને
ગરીબોનો ઇન્સાફ તું સચ્ચાઈથી કરે છે
તારા બોલના પડે સાચા કાનો-માત્રા
તારા મુખના હર શબ્દો ફરે ન પાછા
તું અમારો આધાર, તું અમારી આશા
૨. ઇન્સાફનું એક મંદિર યહોવા તારું ઘર છે
સૂરજથી ઊજળી તારી ઝગમગતી રોશની છે
તારે ચરણે ઢાળ્યે, નીચાં નેણ અમારાં
હે યહોવા તું અમારા રોમેરોમમાં
તું અમારો આધાર, તું અમારી આશા
૩. બિરાજે ગગનમાં યહોવા રક્ષણહારો
તારા મુખનું તેજ અમારા પર ઉતારી દો
ઈશ્વર દુન્યામાં કોઈ નથી તારા જેવો
તું અમારો ઈશ્વર, તું અમારો રાજા
તું અમારો આધાર, તું અમારી આશા
(પુન. ૪:૪; ૩૦:૨૦; ૨ રાજા. ૧૮:૬; ગીત. ૮૯:૧૪ પણ જુઓ.)