જીવન બચાવનાર કામને પહેલું રાખો
૧. પ્રચાર કામને એક લહાવો ગણતા હોઈશું તો શું કરીશું?
૧ શા માટે આપણને ઉત્તેજન આપવામાં આવે છે કે આપણો સમય, શક્તિ અને સાધન-સંપત્તિ પ્રચારમાં વાપરવા જોઈએ? કારણ કે એના જેવું અગત્યનું કામ બીજું કોઈ નથી! આપણા પ્રચાર કામથી લોકોના જીવનને અસર થાય છે. એનો વિચાર કરવાથી એ કામમાં વધુ કરવાની આપણી ઇચ્છા જાગે છે. આ કામ ફરી કદી કરવામાં નહિ આવે.—પ્રે.કૃ. ૨૦:૨૪.
૨. પ્રચાર કરીને આપણે કેવી રીતે યહોવાહનું નામ રોશન કરી શકીએ?
૨ યહોવાહનું નામ મોટું મનાઓ: પ્રચાર કરીને આપણે લોકોને યહોવાહના રાજ્ય વિષે જણાવીએ છીએ. એ રાજ્ય દ્વારા ઈસુ ખ્રિસ્ત બધી માનવ સરકારો અને આપણી મુશ્કેલીઓને દૂર કરશે. (માથ. ૬:૯, ૧૦) યહોવાહ એકલા જ આપણને બીમારી અને મરણમાંથી છુટકારો અપાવશે. એ વિષે લોકોને જણાવીને આપણે તેમનું નામ રોશન કરીએ છીએ. (યશા. ૨૫:૮; ૩૩:૨૪) આપણે યહોવાહના નામથી ઓળખાઈએ છીએ. એટલે જો આપણા વાણી-વર્તન સારા હશે અને ભક્તિ માટે ઉત્સાહ બતાવીશું, તો એ જોઈને બીજા લોકો યહોવાહને મહિમા આપવા પ્રેરાઈ શકે. (૧ પીત. ૨:૧૨) એ જાણીને આપણને આખી દુનિયામાં યહોવાહનું નામ રોશન કરવાનું ખુશી ખુશી મન થાય છે.—ગીત. ૮૩:૧૮.
૩. જ્યારે કોઈ સંદેશાને સ્વીકારે છે ત્યારે તેઓને કેવા આશીર્વાદ મળે છે?
૩ જીવન બચાવનાર કામ: યહોવાહ ચાહે છે કે ‘કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરીને’ જીવન સુધારે. (૨ પીત. ૩:૯) પણ આપણે કોઈને બાઇબલ સત્ય શીખવીશું નહિ તો તેઓને કેવી રીતે ખબર પડશે કે યહોવાહની નજરમાં શું યોગ્ય ને શું અયોગ્ય? (યૂના ૪:૧૧; રૂમી ૧૦:૧૩-૧૫) જ્યારે કોઈ વ્યક્તિ સત્યને સ્વીકારે છે, ત્યારે તે ખરાબ આદતો છોડી દે છે. તેનું જીવન સુધરે છે. (મીખા. ૪:૧-૪) વધુમાં, તેને હંમેશાંના જીવનની આશા મળે છે. ઉત્સાહથી સંદેશો જણાવવાથી અને લોકોને શીખવવાથી ફક્ત આપણું જ નહિ, પણ સત્ય સ્વીકારનારનું જીવન પણ બચી શકે છે. (૧ તીમો. ૪:૧૬) આ અગત્યનું કામ કરવાનો આપણા માટે કેટલો સરસ લહાવો છે!
૪. આપણે શા માટે સંદેશો જણાવવાના અને શિષ્યો બનાવવાના કામમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ?
૪ મહાન વિપત્તિમાં અચાનક આ દુષ્ટ દુનિયાનો અંત આવશે. જેઓ યહોવાહના માર્ગમાં ચાલતા હશે તેઓ જ બચશે. એટલે ઈશ્વરનો સંદેશો જણાવવાનું અને શિષ્યો બનાવવાના કામ જેટલું બીજું કોઈ અગત્યનું કામ છે જ નહિ. એ જીવન બચાવનાર કામ છે! ચાલો આપણે એ કામને આપણા જીવનમાં પહેલું રાખીએ.—માથ. ૬:૩૩.