સવાલ ૨
તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?
“એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે, તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે.”
“તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું.”
“જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી . . . તેને ધન્ય છે! પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. . . . જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”
“ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું કે, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?”
‘તેના અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરપણું, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે; તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.’
“હું તારાં સર્વ કામોનું મનન કરીશ અને તારાં કૃત્યો વિશે વિચાર કરીશ.”
“પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. . . . આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ.”
“તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં [ડહાપણમાં] અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.”