સવાલ ૭
આપણા દિવસો વિશે બાઇબલ અગાઉથી શું જણાવે છે?
“પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, . . . એ બધાં તો દુઃખોનો આરંભ જ છે.”
“જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.”
“જ્યારે તમે લડાઈઓ વિશે તથા લડાઈની અફવા વિશે સાંભળશો, ત્યારે ગભરાશો મા; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.”
‘મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠેકઠેકાણે દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર બનાવો તથા મોટાં મોટાં ચિહ્નો થશે.’
‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, પૈસાના લોભી, બડાશ મારનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કદર નહિ કરનારા, નાસ્તિક, પ્રેમરહિત, ક્રૂર, આરોપ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, સત્યનો નકાર કરનારા, વિશ્વાસઘાતી, ઉદ્ધત, અભિમાની, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રીતિ રાખનારા અને ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે.’