૧૯
નવી દુનિયાનું વચન
૧. સુખ-શાંતિનાં બી ઈશ્વર રોપશે
ધરતીમાં એ પ્રેમ વરસાવશે
સુખનાં રંગીન ફૂલ બધે ખીલશે
દર્દથી હૈયા નઈ વીંધાશે
(ટેક)
ઈસુ આપણાં આંસુ લૂછશે
ધરતી આખી ઝૂમી ઊઠશે
દુન્યા આખી બદલાઈ જશે
એ દિન હવે નજર સામે
૨. કરમાઈને જે ફૂલ ખરી પડ્યાં
જે લોક ધૂળમાં ભળી ગયા
યહોવા શ્વાસ જીવનનો ફૂંકશે
જીવશે તેઓ આપણી સાથે
(ટેક)
ઈસુ આપણાં આંસુ લૂછશે
ધરતી આખી ઝૂમી ઊઠશે
દુન્યા આખી બદલાઈ જશે
એ દિન હવે નજર સામે
૩. ઈશ્વરનો પ્રેમ કેટલો અપાર છે
જેટલા મોતી સાગરમાં છે
આ તારો પ્રેમ દિલમાં ભરીને
તારો લાખ લાખ એહસાન માન્યે
(ટેક)
ઈસુ આપણાં આંસુ લૂછશે
ધરતી આખી ઝૂમી ઊઠશે
દુન્યા આખી બદલાઈ જશે
એ દિન હવે નજર સામે
(માથ. ૫:૫; ૬:૧૦; યોહા. ૫:૨૮, ૨૯ પણ જુઓ.)