વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm ભાગ ૧૯ પાન ૨૨
  • ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • પ્રેરિતો નિશાની માંગે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • દુનિયાના બનાવો પરથી જોઈ શકીએ કે ઈસુ હવે રાજા છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈશ્વરની સરકાર પૃથ્વી પર ક્યારે રાજ શરૂ કરશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
બાઇબલનો સંદેશો શું છે?
bm ભાગ ૧૯ પાન ૨૨
ઈસુ જૈતુન પહાડ પર અમુક પ્રેરિતો સાથે વાત કરે છે

ભાગ ૧૯

ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે

ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એ કઈ રીતે પારખી શકીએ? દુષ્ટ દુનિયાના વિનાશ પહેલાં કેવા બનાવો બનશે? ઈસુ આ સવાલોના જવાબ આપે છે

ઈસુએ તેમના પ્રેરિતોને કહ્યું હતું કે એક દિવસ એ ‘જમાનાનો અંત આવશે.’ (માથ્થી ૧૩:૪૦, ૪૯) થોડા સમય પછી ફરી વાર તેમણે એ જણાવ્યું. ત્યારે ઈસુ ચાર પ્રેરિતો સાથે જૈતુન પહાડ પર બેઠા હતા. ત્યાંથી આખું યરુશાલેમ અને એનું મંદિર દેખાતાં હતાં. ઈસુએ કહ્યું કે એ શહેર અને મંદિરનો વિનાશ થશે. એટલે પ્રેરિતોથી રહેવાયું નહિ. તેઓ પૂછવા લાગ્યા કે ‘તારું રાજ શરૂ થાય અને આ જમાનાનો વિનાશ નજીક છે એની નિશાની તરીકે કેવા બનાવો બનશે?’—માથ્થી ૨૪:૩.

જવાબમાં ઈસુએ તેઓને જણાવ્યું કે યરુશાલેમના વિનાશ પહેલાં શું બનશે. તે ફક્ત યરુશાલેમ વિષે જ નહિ, પણ ભાવિમાં દુષ્ટ દુનિયાના વિનાશ વિષે પણ જણાવતા હતા. તેમણે જણાવ્યું કે દુષ્ટ લોકોનો અંત નજીક છે એની નિશાની તરીકે એક સાથે કેવા બનાવો બનશે, દુનિયાની હાલત કેવી હશે. એ બધું જોઈને લોકો પારખી શકશે કે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા છે. તેમ જ યહોવાએ હજારો વર્ષ પહેલાં મસીહ વિષે જે વચનો આપ્યા હતા એ સાચા પડ્યા છે. ઈસુએ જે બનાવો વિષે જણાવ્યું હતું એ આપણા જમાનામાં પૂરા થઈ રહ્યા છે. એ બતાવે છે કે હવે દુષ્ટ દુનિયાનો અંત બહુ નજીક છે. થોડા જ સમયમાં યહોવા ઈશ્વર બધી સરકારો અને એણે કરેલી ગોઠવણોને મિટાવી દેશે. માણસોએ બનાવેલા ધર્મોને પણ મિટાવી દેશે. એ પછી સુખ-શાંતિનો નવો યુગ આવશે.

ઈસુએ જણાવ્યું કે તે સ્વર્ગમાં રાજ કરવા લાગશે ત્યારે દુનિયામાં આવા બનાવો બનશે: દેશો વચ્ચે યુદ્ધો થશે. દુકાળ પડશે. મોટા ધરતીકંપ થશે. જાત જાતની બીમારી ફેલાશે. ગુનાખોરી, ભ્રષ્ટાચાર ને અન્યાય વધશે. ઈસુને માર્ગે ચાલનારા લોકો આખી દુનિયામાં યહોવાના રાજ્ય વિષે ખુશખબરી ફેલાવશે. આ બધું થયા પછી, દુષ્ટ લોકોના અંત પહેલાં એવી “મોટી વિપત્તિ” આવશે, જે અગાઉ કદી થઈ નથી.—માથ્થી ૨૪:૨૧.

એ “મોટી વિપત્તિ” ક્યારે આવશે? એ જાણવા ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે ‘અંજીરના ઝાડનો વિચાર કરો.’ (માથ્થી ૨૪:૩૨) અંજીરના ઝાડ પર પાન આવવાથી ખબર પડે છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, ઈસુએ જણાવેલા બનાવો એક સાથે બનવાથી ખબર પડશે કે દુનિયા પર “મોટી વિપત્તિ” નજીકમાં આવી પડશે. પરંતુ ધરતી પર કોઈ જાણતું નથી કે કઈ ઘડીએ એ વિપત્તિ આવશે. એટલે ઈસુએ તેમને માર્ગે ચાલનારાઓને આ સલાહ આપી: ‘સાવધ રહો, જાગતા રહો. એ ઘડી ક્યારે આવશે તે તમે જાણતા નથી.’—માર્ક ૧૩:૩૩.

—આ માહિતી માથ્થી ૨૪-૨૫ અધ્યાય; માર્ક ૧૩ અધ્યાય; લૂક ૨૧ અધ્યાયમાંથી છે.

  • ઈસુના પ્રેરિતોને શાના વિષે વધારે જાણવું હતું?

  • દુનિયામાં કેવા બનાવો બનશે એ વિષે ઈસુએ શું કહ્યું? એ બનાવોથી શું પારખી શકાશે?

  • ઈસુએ તેમના માર્ગે ચાલનારાઓને કઈ સલાહ આપી?

ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે એની નિશાની

દુષ્ટ જગતનો ઈશ્વર અંત લાવે એ પહેલાં કેવા બનાવો બનશે એની ઈસુએ નિશાની આપી હતી. ૧૯૧૪માં થયેલા પહેલા વિશ્વયુદ્ધથી એ બનાવો બની રહ્યા છે. જગતનો અંત આવશે ત્યારે, માણસોએ બનાવેલા બધા જ ધર્મો, સરકારો અને એણે કરેલી ગોઠવણોનો પણ નાશ થશે. ઈસુએ જણાવ્યું કે એમાંથી બચવા આપણે ‘સાવધ રહેવું’ જોઈએ. પૂરી શ્રદ્ધા રાખીએ કે યહોવા ઈશ્વરના રાજમાં જ આપણું ભલું છે.a—લૂક ૨૧:૩૬; માથ્થી ૨૪:૩-૧૪.

a દુનિયાના અંત વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો