૩૭
ઈશ્વરના બોલ મને દોરે
૧. આ સંસાર ભર ઊંઘમાં છે
બસ અંધકારમાં સૂવે છે
તારા બોલથી હું જાગું
મોતની ઊંઘમાંથી બચું
૨. તારા બોલમાં છે શક્તિ
મને ઘડવાની શક્તિ
તારા બોલમાં છે હિંમત
મને દોરવાની હિંમત
૩. તારા હર બોલ મલકાય છે
રોજ મારી નજર સામે
તારા બોલમાં પ્યારનો રંગ
સદા રાખું એનો સંગ
(ગીત. ૧૧૯:૧૦૫; નીતિ. ૪:૧૩ પણ જુઓ.)