અભ્યાસ ૧
સારી રજૂઆત
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨
મુખ્ય વિચાર: તમારી રજૂઆતથી લોકોમાં રસ જાગવો જોઈએ. તમે શાના વિશે વાત કરો છો એની તરત ખબર પડવી જોઈએ. તેઓને ખ્યાલ આવવો જોઈએ કે એ વિશે જાણવું કેમ મહત્ત્વનું છે.
કેવી રીતે કરશો:
રસ જગાડો. લોકો સાથે વાત કરો ત્યારે, તેઓને રસ જાગે એવો કોઈ સવાલ, જીવનનો કોઈ સાચો અનુભવ અથવા કોઈ સમાચાર મનમાં વિચારી રાખો.
તમારો વિષય. તમે કયા વિષય પર વાત કરવા આવ્યા છો? એનું શું કારણ છે? તમારી રજૂઆતમાં એની ચોખવટ કરો.
એ વિષય કેમ મહત્વનો છે એ જણાવો. વાત કરતી વખતે લોકોને શાની ચિંતા હોય છે અને તેઓને શું મદદ કરશે એ પારખીને તમારી વાતમાં ફેરફાર કરો. એ સમજવા મદદ કરો કે તમે જે વાત કરો છો એનાથી તેઓને લાભ થશે.