-
યુવાન ભાઈઓ, શું તમે જવાબદારી ઉઠાવવા ચાહો છો?૨૦૧૩ રાજ્ય સેવા | જુલાઈ
-
-
૩. ભક્તિમાં પ્રગતિ કરવી કેમ મહત્ત્વની છે અને કઈ રીતે એમ કરી શકાય?
૩ ભક્તિમાં પ્રગતિ: મંડળમાં એક ભાઈ માટે વધારે મહત્ત્વનું એ છે કે તે યહોવાની ભક્તિમાં કેવું કરે છે, નહિ કે તેની ખાસ આવડતો કે કુદરતી રીતે મળેલી ક્ષમતા. ભક્તિમાં સારું કરતી વ્યક્તિ બાબતોને યહોવા અને ઈસુની નજરે જોવાની કોશિશ કરે છે. (૧ કોરીં. ૨:૧૫, ૧૬) તે ‘પવિત્ર શક્તિનું ફળ’ બતાવે છે. (ગલા. ૫:૨૨, ૨૩) તે ઉત્સાહી પ્રકાશક છે, જે ઈશ્વરના રાજ્યને પહેલું રાખે છે. (માથ. ૬:૩૩) બાઇબલનો અભ્યાસ કરવાની ટેવ પાડીને તમે ભક્તિમાં પ્રગતિ કરી શકો છો. એમાં દરરોજ બાઇબલ વાંચવાનો, ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંક વાંચવાનો અને મંડળની સભાઓ માટે તૈયારી કરીને એમાં હાજર રહેવાનો સમાવેશ થાય છે. (ગીત. ૧:૧, ૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યુવાન તીમોથીને યહોવાની ભક્તિમાં પ્રગતિ કરવાનું ઉત્તેજન આપતી વખતે, પાઊલે લખ્યું: “તારા ઉપદેશ વિશે સાવધ રહેજે.” (૧ તીમો. ૪:૧૫, ૧૬) એટલે, દેવશાહી સેવા શાળામાં તમને ટૉક મળે ત્યારે દિલથી મહેનત કરો. પ્રચાર માટે તૈયારી કરો અને એમાં નિયમિત ભાગ લો. પાયોનિયરીંગ, બેથેલ સેવા અથવા ભાઈઓ માટે બાઇબલ શાળા જેવા ધ્યેયો બાંધો અને એ પૂરા કરવા મહેનત કરો. ભક્તિમાં પ્રગતિ કરવાથી તમને “જુવાનીના વિષયોથી નાસી” જવા મદદ મળશે.—૨ તીમો. ૨:૨૨.
-
-
આપણો અહેવાલ૨૦૧૩ રાજ્ય સેવા | જુલાઈ
-
-
આપણો અહેવાલ
ફેબ્રુઆરી ૨૦૧૩
ફેબ્રુઆરી મહિનામાં ૪,૧૨૫ નિયમિત પાયોનિયરો હતા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. એ મહિનામાં ૪૬,૪૧૭ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા, એ પણ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે.
-