વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૫ પાન ૮
  • ભૂલો કર્યા વગર વાંચો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભૂલો કર્યા વગર વાંચો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • બાઇબલની વાતો સારી રીતે સમજવા હું શું કરી શકું?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શું તમે ઑડિયો બાઇબલ વાપરો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૫ પાન ૮

અભ્યાસ ૫

ભૂલો કર્યા વગર વાંચો

જણાવેલી કલમ

૧ તિમોથી ૪:૧૩

મુખ્ય વિચાર: પાના પર જે છાપેલું છે એ જ મોટેથી વાંચો.

કેવી રીતે કરશો:

  • સારી તૈયારી કરો. એ ભાગ શા માટે લખવામાં આવ્યો છે એનો વિચાર કરો. એકએક શબ્દ વાંચવાને બદલે, એકબીજા સાથે જોડાયેલા શબ્દોને સાથે વાંચો, આખો વિચાર વાંચો. એમાં કોઈ શબ્દ ઉમેરશો નહિ કે ચૂકી જશો નહિ. શબ્દોને બદલશો પણ નહિ. વિરામચિહ્‍નો પર ધ્યાન આપો.

    ઉપયોગી સૂચન

    કોઈ મિત્રને વાંચી સંભળાવો. તેને પૂછો કે તમે કયા શબ્દો વાંચવામાં ભૂલ કરી.

  • દરેક શબ્દનો સાચો ઉચ્ચાર કરો. શબ્દને કેવી રીતે બોલવો જોઈએ એની ખબર ન હોય તો આપણા સાહિત્યનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળો. અથવા સારું વાંચન કરનારની મદદ લો.

  • સાફ સાફ બોલો. ડોક નમાવીને નહિ, પણ સીધી રાખીને વાંચો. મોં વધારે ખોલો, જેથી ચોખ્ખું બોલી શકો. શબ્દના દરેક અક્ષરનો બરાબર ઉચ્ચાર કરવાની કોશિશ કરો.

    ઉપયોગી સૂચન

    એનો અર્થ એવો નથી કે તમે ચીપી ચીપીને બોલો, નહિ તો એ સહેલાઈથી બીજાઓને ગળે નહિ ઊતરે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો