વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૧૩ પાન ૧૬
  • માહિતી પાળવાનું શીખવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માહિતી પાળવાનું શીખવો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • સારી રજૂઆત
    વાંચવાની અને શીખવવાની કળા
  • સંદેશો દિલ સુધી પહોંચાડો
    વાંચવાની અને શીખવવાની કળા
  • ઉત્સાહ
    વાંચવાની અને શીખવવાની કળા
  • શીખવા મળે એવી માહિતી
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૧૩ પાન ૧૬

અભ્યાસ ૧૩

માહિતી પાળવાનું શીખવો

જણાવેલી કલમ

નીતિવચનો ૩:૨૧

મુખ્ય વિચાર: લોકોને એ સમજવા મદદ કરો કે તમે જે માહિતી જણાવો છો એ તેઓના જીવનને અસર કરે છે. તેઓ જે શીખે છે એ કઈ રીતે જીવનમાં ઉતારી શકે એ શીખવો.

કેવી રીતે કરશો:

  • તમારા સાંભળનારાઓનો વિચાર કરો. તમે જે માહિતી રજૂ કરો છો, એ લોકોએ કેમ જાણવી જોઈએ એનો વિચાર કરો. એવી કોઈ ખાસ વાત છે જે તેઓને મદદ કરશે?

  • સાંભળનારાઓએ શું કરવું, એ વિશે આખી ટૉકમાં જણાવતા રહો. પહેલેથી જ તેઓને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તો મને જ કામ આવે એવી માહિતી છે. દરેક મુખ્ય વિચાર રજૂ કરો ત્યારે, એ પણ જણાવો કે કેવી રીતે જીવનમાં લાગુ પાડી શકાય. વધારે પડતી કે કામ વગરની માહિતી ન જણાવો.

    ઉપયોગી સૂચન

    બાઇબલમાંથી જે શીખવા મળે છે એને કઈ રીતે જીવનમાં પાળી શકાય એ પ્રેમથી જણાવો. એવાં ટોણાં ન મારો, જેનાથી સાંભળનારને લાગે કે પોતે કંઈ ખોટું કરે છે. તેઓની શ્રદ્ધાને મજબૂત કરો. ભરોસો વધારો. પ્રેમ પ્રગટાવો. તેઓ યહોવાને પ્રેમ કરે છે, એટલે જે સાચું છે એ કરશે જ એવું દિલથી માનો.

પ્રચારમાં

પ્રચાર કરતી વખતે વિચારો કે ન્યૂઝમાં શું છે, તમે જ્યાં પ્રચાર કરો છો એ લોકોને શામાં રસ છે. જે બાબતો તેઓને અસર કરે છે એ મુજબ તેઓ સાથે ચર્ચા કરો. હળવેકથી એવા પ્રશ્નો પૂછો, જેથી સામેવાળી વ્યક્તિ પોતાના મનમાં શું છે એ કહી શકે. તે જે કહે એ ધ્યાનથી સાંભળીને તમે જે શીખવવાના છો એમાં ફેરફાર કરી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો