પાસ્ખાનો તહેવાર પ્રભુભોજનને રજૂ નથી કરતો, પણ એના અમુક પાસાઓનો આજે ખાસ અર્થ રહેલો છે. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે ઈસુને “પાસ્ખાનું ઘેટું” કહ્યા. (૧કો ૫:૭) ઇજિપ્તમાં જેમ બારસાખો પર લગાવેલા લોહીથી લોકોનો જીવ બચ્યો હતો, તેમ ઈસુનું લોહી લોકોનો જીવ બચાવે છે. (નિર્ગ ૧૨:૧૨, ૧૩) ઉપરાંત, પાસ્ખાના ઘેટાનું એકેય હાડકું ભાંગવામાં ન આવતું. એવી જ રીતે, ઈસુનું એકેય હાડકું ભાંગવામાં આવ્યું ન હતું, જ્યારે કે એ જમાનામાં કોઈને વધસ્તંભે જડવામાં આવે તો રિવાજ મુજબ તેના હાડકાં ભાંગવામાં આવતાં.—નિર્ગ ૧૨:૪૬; યોહ ૧૯:૩૧-૩૩, ૩૬.