જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જુલાઈ ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૬-૭
‘હું ફારૂનના કેવા હાલ કરીશ એ તું જોશે’
(નિર્ગમન ૬:૧) અને યહોવાએ મુસાને કહ્યું, કે હવે હું ફારૂનની શી વલે કરીશ તે તું જોશે; કેમ કે બળવાન હાથથી તે તેઓને જવા દેશે, ને બળવાન હાથથી તે તેના દેશમાંથી તેઓને હાંકી કાઢશે.
(નિર્ગમન ૬:૬, ૭) એ માટે ઈસ્રાએલ પુત્રોને કહે, કે હું યહોવા છું, ને મિસરીઓની વેઠ તળેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ; ૭ અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ; અને તમે જાણશો કે મિસરીઓની વેઠ તળેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.
it-૨-E ૪૩૬ ¶૩
મુસા
ઇઝરાયેલીઓ શરૂઆતમાં માનતા કે મુસાને ઈશ્વરે મોકલ્યા છે. પણ જ્યારે ફારૂન તેઓ પાસે વધારે પડતી મજૂરી કરાવવા લાગ્યો, ત્યારે તેઓ મુસા વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા. એનાથી મુસા એટલા નિરાશ થઈ ગયા કે તેમણે યહોવાને પોકાર કર્યો. (નિર્ગ ૪:૨૯-૩૧; ૫:૧૯-૨૩) પછી સર્વોચ્ચ ઈશ્વર યહોવાએ મુસાને હિંમત આપી. તેમણે મૂસાને જણાવ્યું કે તે એવું કંઈક કરવાના હતા જેની ઇબ્રાહીમ, ઇસહાક અને યાકૂબ વર્ષોથી રાહ જોતા હતા. યહોવા પોતાના નામનો અર્થ પૂરી રીતે જાહેર કરવાના હતા. એટલે કે, ઇઝરાયેલીઓને છોડાવીને વચનના દેશમાં લઈ જવાના હતા અને તેઓને મોટી પ્રજા બનાવવાના હતા. (નિર્ગ ૬:૧-૮) તેમ છતાં ઇઝરાયેલીઓએ મુસાની વાત માની નહિ. પણ નવમી આફત પછી તેઓમાં સુધારો થયો, તેઓ મુસાના માર્ગદર્શન પ્રમાણે ચાલવા લાગ્યા. એટલે, દસમી આફત પછી મુસા તેઓને સૈનિકોની ટુકડીઓની જેમ ગોઠવી શક્યા અને તેઓને દોરી શક્યા.—નિર્ગ ૧૩:૧૮.
(નિર્ગમન ૭:૪, ૫) પણ ફારૂન તમારું નહિ સાંભળે, અને હું મિસર દેશ પર મારો હાથ નાખીને મારાં સૈન્યોને, એટલે મારા લોક ઈસ્રાએલ પુત્રોને, મોટાં ન્યાયકૃત્યો વડે મિસર દેશમાંથી કાઢી લાવીશ. ૫ અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાવીને તેઓ મધ્યેથી ઈસ્રાએલ પુત્રોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.
it-૨-E ૪૩૬ ¶૧-૨
મુસા
ઇજિપ્તના ફારૂન આગળ ઊભા રહ્યા. આ લડાઈ યહોવા અને ઇજિપ્તના દેવો વચ્ચે હતી. એક બાજુ મુસા અને હારૂન યહોવા તરફથી એ લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. તો બીજી બાજુ જાદુ ટોણાં કરતા પૂજારીઓના પ્રમુખ યાન્નેસ અને યાંબ્રેસ વિરોધ કરી રહ્યા હતા. (૨તિ ૩:૮) ફારૂને ઇજિપ્તના દેવોને યહોવા સામે પોતાની તાકાત બતાવવાની વિનંતી કરી. મુસાના માર્ગદર્શનમાં હારૂને કરેલા પહેલા ચમત્કારથી સાબિત થયું કે યહોવા, ઇજિપ્તના દેવો કરતાં ચઢિયાતા છે. તેમ છતાં ફારૂન તો વધુ હઠીલો બની ગયો. (નિર્ગ ૭:૮-૧૩) ત્રીજી આફત પછી એ જાદુગરોએ કબૂલવું પડ્યું કે, ‘એ બધું ઈશ્વરની શક્તિથી જ બન્યું છે.’ અને યહોવા બીજી એક આફત લાવ્યા ત્યારે ઇજિપ્તના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યા. એના લીધે તેઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ મુસાનો વિરોધ કરવા ફારૂન આગળ હાજર ન થઈ શક્યા.—નિર્ગ ૮:૧૬-૧૯; ૯:૧૦-૧૨.
આફતોથી અમુક લોકોના દિલ નમ્ર બન્યા અને અમુકના કઠોર. દસ આફતો આવતા પહેલા મુસા અને હારૂન એની જાહેરાત કરતા. અને એ પ્રમાણે જ થતું. આમ સાબિત થયું કે યહોવાએ મુસાને મોકલ્યા છે. ઇજિપ્તમાં ચારે બાજુ યહોવાના નામની જાહેરાત અને ચર્ચા થઈ રહી હતી. એનાથી બે બાબતો બની. અમુક લોકોના દિલ યહોવા પ્રત્યે નમ્ર બન્યા અને અમુક લોકોના કઠણ. ઇઝરાયેલીઓ અને ઇજિપ્તના અમુક લોકોના દિલ નમ્ર બન્યા. ફારૂન, તેના સલાહકારો તથા તેના સાથીદારોના દિલ હઠીલા બન્યા. (નિર્ગ ૯:૧૬; ૧૧:૧૦; ૧૨:૨૯-૩૯) ઇજિપ્તના લોકો સારી રીતે જાણતા હતા કે તેઓ પર આફતો આવવાનું કારણ એ નથી કે તેઓએ પોતાના દેવોને નારાજ કર્યા છે. પણ આ તો યહોવા તેઓના દેવોને સજા કરી રહ્યા છે. નવમી આફત આવી ત્યાં સુધી તો ‘ઇજિપ્તમાં એટલે ફારૂનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મુસા ઘણા મોટા માણસ મનાયા.’—નિર્ગ ૧૧:૩.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૬:૩) અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઈબ્રાહીમને તથા ઈસ્હાકને તથા યાકૂબને દર્શન દીધું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.
it-૧-E ૭૮ ¶૩-૪
સર્વશક્તિમાન
યહોવાએ ઇબ્રાહિમને વચન આપ્યું કે ઇબ્રાહિમથી ઇસહાકનો જન્મ થશે. એ સમયે તેમણે પોતાના માટે આ ખિતાબ વાપર્યો હતો, ‘સર્વશક્તિમાન ઈશ્વર.’ ઇબ્રાહિમે એ વચનમાં ભરોસો મૂકવાની જરૂર હતી. એ માટે તેમણે યહોવામાં શ્રદ્ધા મૂકવાની હતી કે તેમનામાં વચન પૂરું કરવાની શક્તિ છે. ત્યાર પછી ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારના આશીર્વાદો તેમના વંશજો ઇસહાક અને યાકૂબને આપ્યા, ત્યારે તેમણે ફરી પોતાના માટે ‘સર્વશક્તિમાન ઈશ્વર’ ખિતાબ વાપર્યો.—ઉત ૧૭:૧; ૨૮:૩; ૩૫:૧૧; ૪૮:૩.
એ વાત ધ્યાનમાં રાખીને યહોવાએ પછીથી મુસાને કહ્યું: ‘સર્વશક્તિમાન ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન દીધું, પણ યહોવા નામથી તેઓ મને ઓળખતા નહોતા.’ (નિર્ગ ૬:૩) એનો અર્થ એમ નથી કે આ કુળપિતાઓ યહોવાના નામથી અજાણ હતા. તેઓએ અને તેઓના પૂર્વજોએ યહોવાનું નામ ઘણી વાર વાપર્યું હતું. (ઉત ૪:૧, ૨૬; ૧૪:૨૨; ૨૭:૨૭; ૨૮:૧૬) ઉત્પત્તિના પુસ્તકમાં કુળપિતાઓના જીવન વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તકના મૂળ હિબ્રૂ લખાણમાં “સર્વશક્તિમાન” શબ્દ ફક્ત ૬ વાર વાપરવામાં આવે છે. જ્યારે કે, યહોવા નામ ૧૭૨ વાર વપરાયું હતું. આ કુળપિતાઓએ પોતાના અનુભવથી જાણ્યું કે ફક્ત યહોવા “સર્વશક્તિમાન” તરીકે ઓળખાવાને હકદાર છે. પણ યહોવા નામનો પૂરો અર્થ શું થાય છે અને એમાં શું સમાયેલું છે એ તેઓને જાણવાનો મોકો મળ્યો ન હતો. આ વિશે ધી ઇલસ્ટ્રેટેડ બાઇબલ ડિક્શનરીમાં સરસ માહિતી જણાવી છે: ‘યહોવાએ ઇઝરાયેલીઓના કુળપિતાઓને ભાવિમાં પૂરા થનાર વચનો વિશે જણાવ્યું હતું. તેઓએ ભરોસો રાખવાનો હતો કે યહોવા પાસે એ વચનો પૂરા કરવાની તાકાત છે. જોકે, બળતા ઝાડવા પાસે જે બનાવ બન્યો એનાથી તો સાફ દેખાઈ આવ્યું કે ઈશ્વરની શક્તિ અજોડ છે અને ઈશ્વર હંમેશા તેઓ સાથે છે.’—સંપાદક જે. ડી. ડગ્લસ, ૧૯૮૦.
(નિર્ગમન ૭:૧) અને યહોવાએ મુસાને કહ્યું, કે જો, મેં તને ફારૂનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે; અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.
it-૨-E ૪૩૫ ¶૫
મુસા
મુસા અચકાતા હતા પણ યહોવાએ તેમને અયોગ્ય ન ગણ્યા. મુસા ૪૦ વર્ષના હતા ત્યારે તેમને લાગ્યું કે તે ઇઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવી શકે છે. એટલે પોતાની શક્તિથી એમ કરવા અમુક પગલાં ભર્યા. પણ હવે મુસા એટલા બદલાઈ ગયા હતા કે તે આ જવાબદારી માટે પોતાને અયોગ્ય ગણતા હતા. તેમણે યહોવાને કહ્યું કે, પોતે સાફ સાફ બોલી શકતા નથી. અને છેવટે તેમણે કહ્યું એ કામ કોઈ બીજાને સોંપી દે. એ સાંભળીને યહોવા ગુસ્સે થઈ ગયા. તોપણ તેમણે મુસાને ત્યજી ન દીધા. તેમણે મુસા વતી બોલવા હારૂનનો ઉપયોગ કર્યો. આમ યહોવા સંદેશો મુસાને જણાવતા અને મુસા એ સંદેશો હારૂનને જણાવતા. આ રીતે હારૂન માટે મુસા જાણે “ઈશ્વર” જેવા બન્યા. જ્યારે મુસા ઇઝરાયેલના વડીલોને મળ્યા અને પછી ફારૂનની આગળ વારંવાર ગયા ત્યારે જોવા મળે છે કે ઈશ્વરે મુસાને માર્ગદર્શન અને આજ્ઞા આપી જે મુસાએ હારૂનને જણાવી. પછી હારૂન એ બધું ફારૂનને જણાવે છે. ૪૦ વર્ષ પહેલા જે ફારૂન પાસેથી મુસા નાસી ગયા હતા, આ એ ફારૂન ન હતો પણ એના પછીનો ફારૂન હતો. (નિર્ગ ૨:૨૩; ૪:૧૦-૧૭) પછી યહોવાએ હારૂનને મુસાના “પ્રબોધક” કહ્યા. એટલે કે જેમ મુસા ઈશ્વરના પ્રબોધક હતા અને તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરતા હતા, તેમ હારૂન મુસાના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાના હતા. યહોવાએ કહ્યું કે તે મુસાને ‘ફારૂન માટે ઈશ્વર જેવો બનાવે છે.’ એનો મતલબ કે મુસાને ઈશ્વર પોતાની શક્તિ અને ફારૂન પર અધિકાર આપશે. એટલે મુસાએ ઇજિપ્તના રાજાથી ડરવાની જરૂર ન હતી.—નિર્ગ ૭:૧, ૨.
બાઇબલ વાંચન
જુલાઈ ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૮-૯
“ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો”
(નિર્ગમન ૮:૧૫) પણ ફારૂને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા મુજબ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.
it-૨-E ૧૦૪૦-૧૦૪૧
હઠીલા
ઈશ્વરે અમુક માણસો અને પ્રજા માટે ધીરજ બતાવી છે. તેઓ મોતને લાયક હોવા છતાં, ઈશ્વરે તેઓને જીવતા રહેવા દીધા. (ઉત ૧૫:૧૬; ૨પિ ૩:૯) અમુકે યહોવાની દયા મેળવવા પોતાના જીવનમાં ફેરફાર કર્યા. (યહો ૨:૮-૧૪; ૬:૨૨, ૨૩; ૯:૩-૧૫) પણ બીજા અમુક લોકોના દિલ હઠીલા થતા ગયા. તેઓ યહોવા અને તેમના લોકોનો વિરોધ કરવા લાગ્યા. (પુન ૨:૩૦-૩૩; યહો ૧૧:૧૯, ૨૦) યહોવા કોઈને હઠીલા બનવાથી રોકતા નથી. એ માટે કહી શકાય કે તેમણે તેઓના ‘હૃદય હઠીલા’ કે “કઠણ” રહેવા દીધા. આખરે ઈશ્વર જ્યારે તેઓનો નાશ કરે છે, ત્યારે તેમની મહાન શક્તિ દેખાઈ આવે છે અને તેમનું નામ જાહેર થાય છે.—સરખાવો નિર્ગ ૪:૨૧; યોહ ૧૨:૪૦; રોમ ૯:૧૪-૧૮.
(નિર્ગમન ૮:૧૮, ૧૯) અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જૂઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ અને માણસોને તથા ઢોરઢાંકને જૂઓ પડી. ૧૯ ત્યારે જાદુગરોએ ફારૂનને કહ્યું, કે એમાં તો ઈશ્વરની આંગળી છે; અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.
(નિર્ગમન ૯:૧૫-૧૭) કેમ કે અત્યાર સુધીમાં મેં મારો હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત; ૧૬ પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય. ૧૭ શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી?
it-૨-E ૧૧૮૧ ¶૩-૫
દુષ્ટતા
યહોવા ઈશ્વર સંજોગોને એ રીતે હાથ ધરે છે કે એનાથી દુષ્ટ લોકો અજાણતા જ ઈશ્વરનો હેતુ પૂરો કરે. જોકે દુષ્ટો યહોવાનો વિરોધ કરે તોપણ તે તેઓને એટલી હદે રોકી શકે છે કે પોતાના સેવકોની વફાદારી દાવ પર ન લાગી જાય. એટલું જ નહિ, યહોવા તેઓ પાસે એવાં કામો કરાવી શકે છે જેથી પોતે નેક સાબિત થાય. (રોમ ૩:૩-૫, ૨૩-૨૬; ૮:૩૫-૩૯; ગી ૭૬:૧૦) આ વિચાર નીતિવચનો ૧૬:૪માં જોવા મળે છે: “યહોવાએ દરેક વસ્તુને પોતપોતાનાં ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટને પણ સંકટના દિવસને સારું સરજ્યા છે.”
ચાલો ફારૂનનો વિચાર કરીએ. ઈશ્વરે ગુલામ બનેલા ઇઝરાયેલીઓને છોડી દેવા મુસા અને હારૂન દ્વારા તેને ચેતવણી આપી હતી. ઈશ્વરે ફારૂનને કંઈ દુષ્ટ બનાવ્યો ન હતો. પણ તેમણે તેને જીવતો રહેવા દીધો. પછી એવા સંજોગો ઊભા કર્યા જેથી સાબિત થઈ ગયું કે ફારૂન દુષ્ટ છે અને મરણને લાયક છે. નિર્ગમન ૯:૧૬માં જોઈ શકાય છે કે એમ કરવા પાછળ યહોવાનો હેતુ શું હતો. એ જણાવે છે: “નિશ્ચય મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.”
યહોવા ઇજિપ્ત પર દસ આફતો લાવ્યા. પછી ફારૂન અને તેની સેનાનો લાલ સમુદ્રમાં નાશ કર્યો. બધાને ઈશ્વરની શક્તિનો જબરદસ્ત પરચો જોવા મળ્યો. (નિર્ગ ૭:૧૪–૧૨:૩૦; ગી ૭૮:૪૩-૫૧; ૧૩૬:૧૫) વર્ષો પછી પણ આસપાસના દેશોમાં આ બનાવની ચર્ચા થતી કે ઈશ્વરે કઈ રીતે પોતાના લોકોનો બચાવ કર્યો હતો. અને આમ ઈશ્વરનું નામ આખી પૃથ્વી પર જાહેર થયું. (યહો ૨:૧૦, ૧૧; ૧શ ૪:૮) જો યહોવાએ ફારૂનને તરત મારી નાખ્યો હોત તો શું થાત? લોકો યહોવાની જોરદાર શક્તિનો પરચો જોઈ શક્યા ન હોત. અને તેમના નામનો મહિમા થયો ન હોત અને તેમના લોકોનો અજોડ રીતે ઉદ્ધાર પણ થયો ન હોત.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૮:૨૧) કેમ કે જો તું મારા લોકને જવા નહિ દે તો જો, હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરોમાં માખીઓ મોકલીશ; અને મિસરીઓનાં ઘર તથા જે ભોંય પર તેઓ ચાલે છે તે પણ માખીઓનાં ટોળાંથી ભરાઈ જશે.
it-૧-E ૮૭૮
કરડતી માખીઓ
માખીઓ ઇજિપ્તમાં આવનારી ચોથી આફત હતી. ચોથી આફત અને એના પછીની તમામ આફતો ગોશેનમાં રહેતા ઇઝરાયેલીઓ પર ન આવી. બાઇબલમાં આ માખીઓ માટે વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દ પરથી ચોક્કસ ના કહી શકાય કે એ માખીઓ કયા પ્રકારની હતી.—નિર્ગ ૮:૨૧, ૨૨, ૨૪, ૨૯, ૩૧; ગી ૭૮:૪૫; ૧૦૫:૩૧.
એ માખીઓ કદાચ કરડતી હોય શકે. એ જાનવરો અને માણસોને ડંખ મારીને તેઓનું લોહી ચૂસે છે. જ્યારે અમુક માખીઓ ડંખ મારે તો એનો લાર્વા જાનવરો અને માણસોના શરીર પર ચોંટી જાય છે અને તેઓમાંથી પોષણ મેળવે છે. ગરમ દેશોમાં મળી આવતી માખીઓ મોટાભાગે માણસોને હેરાન કરતી હોય છે. એટલે જ્યારે ઇજિપ્તના લોકો અને ત્યાંનાં જાનવરો પર આ કરડતી માખીઓએ હુમલો કર્યો હશે ત્યારે તેઓને ઘણી તકલીફ થઈ હશે. કદાચ અમુક લોકો મરણ પામ્યા હશે.
(નિર્ગમન ૮:૨૫-૨૭) અને ફારૂને મુસા તથા હારુનને તેડાવીને કહ્યું, કે તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો. ૨૬ અને મુસાએ કહ્યું, કે એમ કરવું અમને ઘટારત નથી; કેમ કે એથી તો અમારા ઈશ્વર યહોવા આગળ મિસરીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય; જો, અમે મિસરીઓના દેખતાં તેમને અમંગળ લાગે એવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહિ મારે? ૨૭ અમે તો ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જઈશું, ને જેમ અમારો ઈશ્વર યહોવા અમને આજ્ઞા કરશે તેમ તેની આગળ યજ્ઞ કરીશું.
નિર્ગમનના મુખ્ય વિચારો
૮:૨૬, ૨૭—મુસાએ શા માટે કહ્યું કે મિસરીઓને ઈસ્રાએલના બલિદાનો “અમંગળ” લાગશે? મિસરીઓ અનેક પ્રાણીઓને ભજતા હતા. તેથી, જો ઈસ્રાએલીઓએ મિસરમાં બલિદાનો ચડાવ્યા હોત, તો મિસરીઓને ખરાબ લાગ્યું હોત. એટલે મુસા ફારૂનને વિનંતી કરે છે કે તે ઈસ્રાએલીઓને અરણ્યમાં જવા દે.
બાઇબલ વાંચન
જુલાઈ ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૦-૧૧
“મુસા અને હારૂને ઘણી હિંમત બતાવી”
(નિર્ગમન ૧૦:૩-૬) અને મુસા તથા હારુને ફારૂનની હજૂરમાં જઈને તેને કહ્યું, કે હેબ્રીઓનો ઈશ્વર યહોવા એમ કહે છે, કે ક્યાં સુધી તું મારી આગળ નમી જવાનો ઈનકાર કરશે? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે. ૪ કેમ કે જો તું મારા લોકને જવા દેવાનો ઈનકાર કરશે, તો જો, હું કાલે તારી સીમોમાં તીડ મોકલીશ; ૫ અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ દેખાશે નહિ; અને કરાથી જે તમારે વાસ્તે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે, અને જે પ્રત્યેક વૃક્ષ તમારે માટે ખેતરમાં ઊગેલું હશે, તે પણ તેઓ ખાઈ જશે; ૬ અને તારાં ઘર તથા તારા સર્વ સેવકોનાં ઘર તથા સર્વ મિસરીઓનાં ઘર તેઓથી ભરાઈ જશે; તારા પિતૃઓએ તથા તારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું દીઠું નથી. અને તે પાછો ફરીને ફારૂનની હજૂરમાંથી નીકળી ગયો.
ઈસુની જેમ હિંમતથી શીખવીએ
૬ મુસા ઇજિપ્તના રાજા ફારૂનને મળવા ગયા ત્યારે, તેમણે ઘણી હિંમત બતાવવી પડી. એ સમયમાં ઇજિપ્તનો દરેક રાજા સૂર્યદેવ રાનો દીકરો ગણાતો. લોકો તેની પૂજા કરતા. અરે, ફારૂન પોતે પણ પોતાની પૂજા કરતો. ફારૂન જે કહેતો, એ લોકો માટે નિયમ બની જતો. તે ઘણો શક્તિશાળી, ઘમંડી અને હઠીલો પણ હતો. તે બીજાની સલાહ જરાય માનતો નહિ. હવે વિચારો કે એવા રાજા સામે, ઘેટાં ચરાવનાર મુસાએ વગર બોલાવ્યે વારંવાર જવું પડ્યું. યહોવાહનો સંદેશો આપવો પડ્યો કે ફારૂન ઈસ્રાએલી લોકોને ગુલામીમાંથી છોડી દે. જો એમ નહિ કરે તો ફારૂન અને તેના લોકો પર આફતો આવી પડશે. આવો સંદેશો આપવા કેટલી હિંમતની જરૂર પડી હશે!—ગણ. ૧૨:૩; હેબ્રી ૧૧:૨૭.
(નિર્ગમન ૧૦:૨૪-૨૬) અને ફારૂને મુસાને તેડાવીને કહ્યું, કે તમે જાઓ, યહોવાની સેવા કરો; માત્ર તમારાં ઘેટાંબકરાં તથા તમારાં ઢોરઢાંક અહીં રહેવા દો; તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. ૨૫ અને મુસાએ કહ્યું, કે તારે અમને યજ્ઞો તથા દહનીયાર્પણો પણ આપવાં જોઈએ, કે અમે અમારા ઈશ્વર યહોવાને યજ્ઞાર્પણ કરીએ. ૨૬ અમારાં જાનવર પણ અમારી સાથે આવે; એક ખરીવાળું પ્રાણી પણ અહીં રહે નહિ; કેમ કે તેઓમાંથી અમારા ઈશ્વર યહોવાની સેવાને માટે લેવાં પડશે; અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે.
(નિર્ગમન ૧૦:૨૮) અને ફારૂને તેને કહ્યું, કે મારી પાસેથી જા, ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે
(નિર્ગમન ૧૧:૪-૮) અને મુસાએ કહ્યું, કે યહોવા એમ કહે છે, કે હું સુમારે મધ્યરાત્રે નીકળીને મિસરમાં ફરીશ; ૫ અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત, એટલે રાજ્યાસન પર બિરાજમાન ફારૂનના પ્રથમજનિતથી તે ઘંટીએ બેસનારી દાસીના પ્રથમજનિત સુધી, માર્યા જશે. ૬ અને આખા મિસર દેશમાં એવી ભારે રડારોળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી. ૭ પણ ઈસ્રાએલ પુત્રોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; એ માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઈસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે. ૮ અને આ સર્વ તારા દાસો મારી પાસે આવીને મને પગે લાગીને કહેશે, કે તું તથા તારા તાબાના લોકો જતા રહો; અને ત્યાર પછી જ હું તો જવાનો. અને તે ક્રોધથી તપી જઈને ફારૂનની પાસેથી બહાર નીકળી ગયો.
it-૨-E ૪૩૬ ¶૪
મુસા
ફારૂનનો સામનો કરવા હિંમત અને શ્રદ્ધાની જરૂર હતી. મુસા અને હારૂન યહોવાની તાકાતથી જ ફારૂનનો સામનો કરી શક્યા. યહોવાની પવિત્ર શક્તિ તેઓને મદદ કરતી હતી. જરા એ સમયની કલ્પના કરો. ઇજિપ્તના રાજા, ફારૂન પોતાના દરબારમાં બેઠા છે. એ જમાનાની ઇજિપ્ત જગત સત્તા હતી. એની જાહોજલાલી ભવ્ય દેખાઈ રહી છે. ઘમંડી ફારૂન પોતાને ભગવાન માને છે. તેની આસપાસ ઘણા સલાહકારો, સેનાપતિઓ, ચોકીદારો અને ગુલામો ઊભા છે. એ ઉપરાંત ત્યાં જાદુ ટોણાં કરનારા પૂજારીઓ પણ હાજર છે, જે મુસાનો વિરોધ કરે છે. ઇજિપ્તમાં તેઓ પાસે ઘણી સત્તા છે. તેઓ માનતા કે ફારૂનને સાથ આપીને તેઓ ઇજિપ્તના દેવોની ભક્તિ કરી રહ્યા છે. મુસા અને હારૂન એકાદ વાર નહિ પણ અનેક વાર ફારૂનની સામે આવી ચૂક્યા છે. ફારૂનનું હૃદય હઠીલું થતું ગયું છે. તે ઇઝરાયેલીઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા માંગે છે. મુસા અને હારૂન જ્યારે આઠમી આફત વિશે ફારૂનને જણાવે છે ત્યારે તે તેઓને દરબારમાંથી હાંકી કાઢે છે. અરે નવમી આફત પછી ફારૂન તેઓને હુકમ કરે છે કે ‘મને ફરી તારું મોઢું બતાવીશ તો મોતને ઘાટ ઉતારી દઈશ.’—નિર્ગ ૧૦:૧૧, ૨૮.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૦:૧, ૨) અને યહોવાએ મુસાને કહ્યું, કે તું ફારૂનની હજૂરમાં જા; કેમ કે મેં તેનું હૃદય તથા તેના સેવકોનાં હૃદય હઠીલાં કર્યાં છે, એ માટે કે હું મારાં ચિહ્નો તેઓની મધ્યે દેખાડું, ૨ અને એ માટે કે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.
w૯૫ ૯/૧ ૧૧ ¶૧૧
જૂઠા દેવો વિરુદ્ધ સાક્ષીઓ
૧૧ ઈસ્રાએલીઓ હજુ મિસરમાં જ હતા ત્યારે, યહોવાહે મુસાને ફારૂન પાસે મોકલી કહ્યું: “અને યહોવાહે મુસાને કહ્યું, કે તું ફારૂનની હજૂરમાં જા; કેમકે મેં તેનું હૃદય તથા તેના સેવકોનાં હૃદય હઠીલાં કર્યાં છે, એ સારૂ કે હું મારાં ચિહ્નો તેઓની મધ્યે દેખાડું, અને એ સારૂ કે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવાહ છું.” (નિર્ગમન ૧૦:૧, ૨) આજ્ઞાંકિત ઈસ્રાએલીઓ યહોવાહનાં શક્તિશાળી કૃત્યો વિષે પોતાનાં બાળકોને કહેશે. તે જ પ્રમાણે, તેઓનાં બાળકો પોતાનાં બાળકોને, અને એમ પેઢી દર પેઢી, એ વિષે કહેશે. આમ, યહોવાહનાં શક્તિશાળી કૃત્યો યાદ રાખવામાં આવશે. આજે પણ, માબાપને પોતાનાં બાળકોને સાક્ષી આપવાની જવાબદારી છે.—પુનર્નિયમ ૬:૪-૭; નીતિવચન ૨૨:૬.
(નિર્ગમન ૧૧:૭) પણ ઈસ્રાએલ પુત્રોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; એ માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઈસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે.
it-૧-E ૭૮૩ ¶૫
નિર્ગમન
યહોવાએ જોરદાર રીતે ઇઝરાયેલીઓને છોડાવ્યા અને જીત મેળવી. આ રીતે તેમણે પોતાનું નામ જાહેર કર્યું. જ્યારે ઇઝરાયેલીઓ લાલ સમુદ્રના પૂર્વ કિનારે પહોંચ્યા ત્યારે મુસાએ બીજા પુરુષો સાથે મળીને ગીત ગાયું. મુસાની બહેન મરિયમ એક પ્રબોધિકા હતી. તે હાથમાં ડફ લઈને વગાડવા અને નાચવા લાગી. તે પણ પુરુષોના ગીત સાથે તાલ મિલાવીને ગાવા લાગી. બીજી બધી સ્ત્રીઓ પણ તેની સાથે જોડાઈ. (નિર્ગ ૧૫:૧, ૨૦, ૨૧) ઇઝરાયેલીઓ હવે તેઓના દુશ્મનોથી આઝાદ હતા. તેઓ ઇજિપ્તથી બહાર આવ્યા ત્યારે કોઈ માણસે કે જાનવરે તેઓને કોઈ નુકસાન કર્યું નહિ. અરે એક કૂતરો પણ ભસ્યો નહિ. (નિર્ગ ૧૧:૭) નિર્ગમનના અહેવાલમાં જાણવા મળતું નથી કે લાલ સમુદ્રમાં નાશ થનાર ઇજિપ્તની ફોજ સાથે ફારૂન હતો કે નહિ. પણ ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫ જણાવે છે કે ‘ફારૂન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખી.’
બાઇબલ વાંચન
જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૨
“પાસ્ખાના તહેવારમાંથી ઈશ્વરભક્તોને શું શીખવા મળે છે?”
(નિર્ગમન ૧૨:૫-૭) હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ; તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો; ૬ અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઈસ્રાએલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો. ૭ અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે.
“તું બહુ આનંદ કરશે”
૪ ઈસુ નીસાન ૧૪, ઈ.સ. ૩૩ના રોજ મરણ પામ્યા. ઈસ્રાએલીઓ માટે નીસાન ૧૪ ખુશીનો દિવસ હતો. કેમ કે એ દિવસે તેઓ પાસ્ખાપર્વ ઊજવતા હતા. દર વર્ષે એ દિવસે તેઓ પોતાના કુટુંબ સાથે ભેગા મળીને તંદુરસ્ત નાનું ઘેટું રાંધીને ખાતા. આ રીતે તહેવાર ઊજવીને તેઓ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં નીસાન ૧૪ના રોજ બનેલા એક બનાવને યાદ કરતા હતા. એ દિવસે ઘેટાના લોહીને લીધે ઈસ્રાએલીઓના સર્વ પ્રથમજનિતો બચી ગયા હતા. બીજી બાજુ, મિસરીઓના સર્વ પ્રથમજનિતને યહોવાહના દૂતે મારી નાખ્યા હતા. આમ એ લોહીનું ઘણું મહત્ત્વ હતું. (નિર્ગમન ૧૨:૧-૧૪) પાસ્ખાપર્વનું ઘેટું ખરેખર તો ઈસુને બતાવતું હતું. એ વિષે પ્રેરિત પાઊલે કહ્યું: “ખ્રિસ્ત જે ઈશ્વરનું હલવાન છે તે આપણે માટે પાસ્ખાનું બલિદાન બની ગયા છે.” (૧ કરિંથી ૫:૯, IBSI) પાસ્ખાના ઘેટાંના લોહીથી ઈસ્રાએલીઓ બચી ગયા. એ જ રીતે ઈસુએ વહેવડાવેલું લોહી પણ ઘણાનો ઉદ્ધાર કરે છે.—યોહાન ૩:૧૬, ૩૬.
(નિર્ગમન ૧૨:૧૨,૧૩) કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયશાસન લાવીશ; હું યહોવા છું. ૧૩ અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે; અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.
mwb ૧૮.૦૪ ર, બૉક્સ
શું તમે જાણો છો?
પાસ્ખાનો તહેવાર પ્રભુભોજનને રજૂ નથી કરતો, પણ એના અમુક પાસાઓનો આજે ખાસ અર્થ રહેલો છે. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે ઈસુને “પાસ્ખાનું ઘેટું” કહ્યા. (૧કો ૫:૭) ઇજિપ્તમાં જેમ બારસાખો પર લગાવેલા લોહીથી લોકોનો જીવ બચ્યો હતો, તેમ ઈસુનું લોહી લોકોનો જીવ બચાવે છે. (નિર્ગ ૧૨:૧૨, ૧૩) ઉપરાંત, પાસ્ખાના ઘેટાનું એકેય હાડકું ભાંગવામાં ન આવતું. એવી જ રીતે, ઈસુનું એકેય હાડકું ભાંગવામાં આવ્યું ન હતું, જ્યારે કે એ જમાનામાં કોઈને વધસ્તંભે જડવામાં આવે તો રિવાજ મુજબ તેના હાડકાં ભાંગવામાં આવતાં.—નિર્ગ ૧૨:૪૬; યોહ ૧૯:૩૧-૩૩, ૩૬.
(નિર્ગમન ૧૨:૨૪-૨૭) અને તમે તથા તમારા દીકરાઓ આ બાબતને સદાના વિધિ તરીકે પાળો. ૨૫ અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે, તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો. ૨૬ અને એમ થશે કે જ્યારે તમારાં છોકરાં તમને પૂછે, કે એ સંસ્કારનો અર્થ શો છે? ૨૭ ત્યારે તમારે એમ કહેવું, કે એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે તેણે મિસરીઓ ઉપર મરો આણ્યો ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેણે મિસરમાં રહેનાર ઈસ્રાએલ પુત્રોનાં ઘરોને ટાળી મૂક્યાં. ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું;
‘આ તમને સ્મરણને અર્થે થાય’
૧૩ ઈસ્રાએલીઓ પેઢી દર પેઢી પોતાનાં બાળકોને પાસ્ખા પર્વ વિશે મહત્ત્વનું શિક્ષણ આપતા. એમાંની એક બાબત હતી કે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરી શકે છે. બાળકો એ પણ શીખતા કે યહોવા સાચે જ છે અને પોતાના લોકોનો બચાવ કરે છે તેમ જ તેઓની કાળજી લે છે. યહોવાએ એની સાબિતી મિસરીઓ ઉપર દસમી આફત લાવ્યા ત્યારે આપી. તેમણે એ સમયે ઈસ્રાએલીઓના પ્રથમજનિતો પર ઊની આંચ પણ આવવા ન દીધી.
૧૪ ખરું કે, આજે ઈશ્વરભક્તો પોતાનાં બાળકોને પાસ્ખા પર્વનો અર્થ દર વર્ષે સમજાવતા નથી. પરંતુ, માબાપો તેઓને એવું જરૂર શીખવે છે કે ઈશ્વર પોતાના લોકોનું રક્ષણ આજે પણ કરે છે. શું તમે પણ એવું શીખવો છો? શું બાળકો તમારાં વાણી-વર્તનથી જોઈ શકે છે કે તમને યહોવામાં પૂરો ભરોસો છે? (ગીત. ૨૭:૧૧; યશા. ૧૨:૨) શું તમે તેઓને એ બાબત કંટાળો આવે એવી રીતે શીખવો છો કે પછી, મજા આવે એવી રીતે શીખવો છો? તમારું કુટુંબ યહોવામાં ભરોસો વધુ મજબૂત બનાવી શકે માટે પ્રયત્ન કરતા રહો.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૧૨:૧૨) કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયશાસન લાવીશ; હું યહોવા છું.
it-૨-E ૫૮૨ ¶૨
પાસ્ખાનો તહેવાર
ઇજિપ્ત પર આવેલી દસ આફતો, એ તો ઇજિપ્તના જૂઠા દેવો વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો હતો. ખાસ કરીને દસમી આફત, જેમાં પ્રથમ જન્મેલા દીકરાઓ મરણ પામ્યા હતા. (નિર્ગ ૧૨:૧૨) ઇજિપ્તના દેવ, રા માટે નર ઘેટું ઘણું પવિત્ર હતું. એટલે પાસ્ખાના તહેવારમાં ઘેટાનું લોહી દરવાજાની બારસાખ પર છાંટવું તો ઇજિપ્તના રહેવાસીઓ માટે દેવનું અપમાન કરવા બરાબર હતું. બળદ પણ પવિત્ર પ્રાણી ગણાતું. એટલે બળદના પ્રથમ જન્મેલાને મારી નાખવું, એ આસીરીસ દેવ વિરુદ્ધ ઘોર પાપ હતું. ફારૂન વિશે એવું કહેવામાં આવતું કે તે રા દેવનો દીકરો હતો. એટલે તેને પણ પૂજવામાં આવતો. એ માટે જ્યારે ફારૂનનો પ્રથમ જન્મેલો દીકરો મરણ પામ્યો ત્યારે એ સાફ જોવા મળ્યું કે રા અને ફારૂન કેટલા કમજોર હતા.
(નિર્ગમન ૧૨:૧૪-૧૬) અને આ દિવસ તમને સ્મરણાર્થે થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું; વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું. ૧૫ સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી; પહેલા જ દિવસથી તમારે તમારાં ઘરોમાંથી ખમીર દૂર કરવું; કેમ કે પહેલા દિવસથી તે સાતમા દિવસ સુધી જે કોઈ ખમીરી રોટલી ખાય તે માણસ ઈસ્રાએલમાંથી નાબૂદ કરાશે. ૧૬ અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે પવિત્ર મેળાવડો ભરવો; તેઓમાં કંઈ કામ ન કરવું, કેવળ પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું.
it-૧-E ૫૦૪ ¶૧
સંમેલન
‘પવિત્ર સંમેલનોની’ એક ખાસ બાબત હતી. એ સમયે લોકોએ કોઈ મહેનતનું કામ ન કરવાનું હતું. દાખલા તરીકે, બેખમીર રોટલીના તહેવારનો પહેલો અને સાતમો દિવસ ‘પવિત્ર સંમેલન’ ગણાતા. એના વિશે યહોવાએ કહ્યું: ‘એ દિવસોમાં કોઈ કામ ન કરવું, ફક્ત પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે ખોરાક રાંધવો.’ (નિર્ગ ૧૨:૧૫, ૧૬) ‘પવિત્ર સંમેલનો’ વખતે યાજકો યહોવાને બલિદાન ચઢાવવામાં વ્યસ્ત રહેતા. (લેવી ૨૩:૩૭, ૩૮) પણ એનો મતલબ એ ન હતો કે તેઓ યહોવાની આજ્ઞા તોડી રહ્યા હતા જે તેઓને કામ ન કરવા વિશે આપવામાં આવી હતી. એવું પણ ન હતું કે એ સમયે લોકોએ એમ જ બેસી રહેવાનું હતું પણ તેઓએ એ સમયનો સારો ઉપયોગ કરવાનો હતો. તેઓએ યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરવાનો હતો. દર અઠવાડિયે સાબ્બાથના દિવસે લોકો સાથે મળીને શીખતા અને ભક્તિ કરતા. તેઓને ઈશ્વરનું વચન વાંચીને સંભળાવવામાં આવતું અને એનો અર્થ સમજાવવામાં આવતો. પછીથી સભાસ્થાનોમાં પણ એવી જ રીતે શીખવવામાં આવતું. (પ્રેકા ૧૫:૨૧) એનાથી ખબર પડે છે કે સાબ્બાથના દિવસે કે પછી ‘પવિત્ર સંમેલનના’ દિવસે કોઈ મહેનતનું કામ ન કરતું. પણ એના બદલે તેઓએ પ્રાર્થના કરવા, સર્જનહારને વધુ સારી રીતે ઓળખવા અને તેમના હેતુ વિશે મનન કરવા સમય કાઢવાનો હતો.
બાઇબલ વાંચન