૪૧
બાળકો—યહોવાની સાથે ચાલો
૧. બાળકો છે ઈશ્વરને ગમતાં ફૂલ
યહોવા તમને અનહદ કરે પ્રેમ
બાગના માળીની જેમ સંભાળ રાખે
મમ્મી-પપ્પા ને મિત્રો સાથ આપે
૨. બાળકો મમ્મી-પપ્પાનું સાંભળો
તેઓનું દિલ કદી નહિ તોડજો
ચાલો હંમેશાં યહોવા સાથે
યુવાનીમાં સાચી મહેક આવશે
૩. ઈશ્વરના ક્યારામાં ખીલતાં રહો
સત્યનું આ પાણી પીતાં રહો
યહોવાની દિલથી સેવા કરો
તો ફૂલોથી સુંદર તમે લાગો
(ગીત. ૭૧:૧૭; યિ.વિ. ૩:૨૭; એફે. ૬:૧-૩ પણ જુઓ.)