અભ્યાસ ૧૭
સમજાય એવી રીતે બોલો
૧ કોરીંથીઓ ૧૪:૯
મુખ્ય વિચાર: લોકો સહેલાઈથી તમારો સંદેશો સમજી જાય એ માટે મદદ કરો.
કેવી રીતે કરશો:
સમજાવો એ પહેલાં તમે સમજો. તમારો વિષય પૂરી રીતે સમજી લો, જેથી તમે પોતાના શબ્દોમાં, સાદી અને સરળ રીતે સમજાવી શકો.
ટૂંકાં અને સાદાં વાક્યો વાપરો. લાંબાં વાક્યો વાપરી શકાય, પણ મુખ્ય વિચારો રજૂ કરવા માટે ટૂંકાં વાક્યો વાપરો.
અજાણ્યા કે અઘરા શબ્દો સમજાવો. લોકો સમજતા ન હોય અથવા અઘરા હોય એવા શબ્દો ઓછા વાપરો. જો તમારે કોઈ અઘરા શબ્દો, બાઇબલ જમાનાની કોઈ વ્યક્તિ અથવા જૂના જમાનાના તોલમાપ કે રીતભાત વિશે વાત કરવી પડે, તો એ વિશે સમજાવો.