વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • કેવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવા?
    ચોકીબુરજ—૨૦૦૩ | ઑક્ટોબર ૧૫
    • કેવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવા?

      આ ચિત્ર જુઓ. તમે નોંધ કરી કે આ બે પ્રાણીઓ કેટલી મહેનત કરે છે? તમે ખેતી માટે શું બળદ અને ઊંટને સાથે જોડશો? ના! તેમ જ, આપણા પ્રેમાળ દેવે ઈસ્રાએલીઓને જણાવ્યું કે, “તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર.” (પુનર્નિયમ ૨૨:૧૦) એ જ સિદ્ધાંત આ બળદ અને ઊંટને લાગુ પડે છે.

      મોટા ભાગે ખેડૂત તેમના પ્રાણીઓની કાળજી રાખતા હોય છે. પણ જો એના પાસે બે બળદ ન હોય, તો આ ચિત્ર બતાવે છે તેમ ખેડૂત જુદા જુદા બે પ્રાણીઓને સાથે જોડશે. પણ જરા વિચાર કરો, નબળા પ્રાણીને કેટલી સખત મહેનત કરવી પડશે. તેમ જ બળવાન પ્રાણીને પણ વધારે બોજો ઉઠાવવો પડશે.

      ઉપરના દૃષ્ટાંતથી પ્રેષિત પાઊલ આપણને સરસ બોધપાઠ શીખવે છે. તેમણે લખ્યું: “અન્ય ધર્મી સાથે તેમના જેવા બની કાર્ય કરવાનો પ્રયત્ન ન કરો; કારણ, તે કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાના સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક સાથે કેવી રીતે રહી શકે?” (૨ કોરીંથી ૬:૧૪, પ્રેમસંદેશ) શું તમને લાગે છે કે આ આપણને લાગુ પડી શકે છે?

      એમ બની શકે છે, જ્યારે ખ્રિસ્તી ભાઈ કે બહેન એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરે જે યહોવાહના સાક્ષી ન હોય. એવા લગ્‍નમાં વિશ્વાસ, ધોરણો અને ધ્યેય એક હોતા નથી. એની તેઓના લગ્‍ન જીવન પર ઘણી અસર પડી શકે છે.

      જ્યારે યહોવાહે પ્રથમ યુગલનું લગ્‍ન કર્યું, ત્યારે પુરુષ માટે સ્ત્રીને “સહાયકારી” બનાવી. (ઉત્પત્તિ ૨:૧૮) તેમ જ યહોવાહે, પ્રબોધક માલાખી દ્વારા જણાવ્યું કે તેમણે સ્ત્રીને એક સાથી તરીકે બનાવી છે. (માલાખી ૨:૧૪) તેથી, યહોવાહ ચાહે છે કે જેમ બે પ્રાણીઓ જોડે હળ ખેંચે તેમ, પતિ અને પત્ની જોડે તેમની સેવા કરે અને જીવનની જવાબદારી ઉપાડે.

      તેથી, ભાઈ-બહેનોએ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરીને, દેવની સલાહ પાળવી જોઈએ. (૧ કોરીંથી ૭:૩૯) વધુમાં, જ્યારે યુગલ આ પ્રમાણે કરે છે, ત્યારે તેઓ બંને સાથે દેવની સેવા કરી શકે છે. આમ કરવાથી તેઓને ખૂબ ખૂબ આશીર્વાદ મળશે.—ફિલિપી ૪:૩.

  • તમને વધારે જાણવું ગમશે?
    ચોકીબુરજ—૨૦૦૩ | ઑક્ટોબર ૧૫
    • તમને વધારે જાણવું ગમશે?

      આ જગત મુશ્કેલીઓથી ભરેલું છે તેમ છતાં, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે પરમેશ્વરનું રાજ્ય શું છે એ જાણો. અને બાઇબલમાંથી તેમના સુંદર હેતુઓ વિષે શીખો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમને બાઇબલ વિષે મફત શીખવે એવું ઇચ્છતા હો તો, યહોવાહના સાક્ષીઓને પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો