જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
સપ્ટેમ્બર ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | પુનર્નિયમ ૩૩-૩૪
“યહોવાના હાથમાં સલામત રહીએ”
it-૨-E ૫૧
યશુરૂન
આ એક ઇઝરાયેલને સન્માન આપતો ખિતાબ હતો. ગ્રીક સેપ્ટુઆજીંટમાં યશુરૂન માટે વહાલો શબ્દ વાપર્યો છે. એ બતાવે છે કે યહોવા ઇઝરાયેલીઓને ખૂબ પ્રેમ કરતા હતા. એ નામ ઇઝરાયેલીઓને યાદ કરાવતું હતું કે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો છે. એટલે ઇઝરાયેલીઓએ નેક ગણાવા તન-મનથી શુદ્ધ રહેવાનું હતું.—પુન ૩૩:૫, ૨૬; યશા ૪૪:૨.
‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહ પર ભરોસો રાખો
૧૮ મુસાએ ઉત્તેજન અને દિલાસો આપતા શબ્દોમાં ઈસ્રાએલ લોકોને ખાતરી આપી: ‘સનાતન ઈશ્વર તમારું રહેઠાણ છે, અને તમારી નીચે તેમના અનંત બાહુ છે.’ (પુન. ૩૩:૨૭) ઈશ્વરભક્ત શમૂએલે પછી ઈસ્રાએલી લોકોને જણાવ્યું કે, ‘યહોવાહને અનુસરવાથી આડાઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હૃદયથી યહોવાહની સેવા કરો, યહોવાહ પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ.’ (૧ શમૂ. ૧૨:૨૦-૨૨) જ્યાં સુધી આપણે સાચા દિલથી યહોવાહને ભજતા રહીશું ત્યાં સુધી તે આપણને છોડી નહિ દે. તે હંમેશા આપણને જરૂરી મદદ પૂરી પાડશે.
ધીરજથી દોડીએ
૧૬ મુસાએ પણ ઈબ્રાહીમની જેમ ઈશ્વરનું વચન પૂરું થતા જોયું ન હતું. ઈસ્રાએલીઓ જ્યારે વચનના દેશમાં પ્રવેશવાના હતા ત્યારે ઈશ્વરે મુસાને કહ્યું: ‘તું તે દેશને દૂરથી જોશે; પણ જે દેશ હું ઈસ્રાએલપુત્રોને આપું છું તેમાં તું જવા પામશે નહિ.’ એનું કારણ શું હતું? મુસા અને હારુને ‘મરીબાહનાં પાણી પાસે ઈસ્રાએલ પુત્રોની મધ્યે ઈશ્વરનો અપરાધ કર્યો,’ કેમ કે ઈસ્રાએલી લોકોની ફરિયાદોથી તેઓ કંટાળી ગયા હતા. (પુન. ૩૨:૫૧, ૫૨) શું મુસા ગુસ્સે થયા કે નિરાશ થઈ ગયા કે વચનના દેશમાં નહિ જઈ શકે? ના. તેમણે લોકોને આશીર્વાદ આપ્યા અને અંતમાં કહ્યું: ‘હે ઈસ્રાએલ, તને ધન્ય છે; યહોવાહ જે તારી સહાયની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર છે, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે!’—પુન. ૩૩:૨૯.
કીમતી રત્નો
it-૨-E ૪૩૯ ¶૩
મૂસા
યહોવાએ એવું કર્યું એનું એક કારણ એ હોય શકે કે તે ચાહતા ન હતા કે ઇઝરાયેલીઓ મૂસાની કબર પર ભક્તિ સ્થળ બનાવે અને એની ઉપાસના કરે. બની શકે કે શેતાન એ કબર દ્વારા ઇઝરાયેલીઓને જૂઠી ભક્તિમાં ફસાવવા માંગતો હતો. એવું શાના આધારે કહી શકીએ? યહૂદાના આ શબ્દો પરથી. “જ્યારે પ્રમુખ દૂત મિખાયેલ અને શેતાન વચ્ચે મૂસાના શબ વિશે મતભેદ અને વિવાદ ઊભો થયો, ત્યારે મિખાયેલે શેતાનને ધમકાવીને તેને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ. પણ તેણે એટલું જ કહ્યું, ‘યહોવા તને ધમકાવે.’”—યહૂ ૯.
સપ્ટેમ્બર ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૧-૨
“સફળ બનવા શું કરશો?”
હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!
૭ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા હિંમત કેળવવી હોય તો, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જ જોઈએ. તેમ જ, જે શીખીએ એને લાગુ પાડવું જોઈએ. મુસા પછી યહોશુઆ આગેવાન બન્યા ત્યારે, યહોવાએ તેમને કહ્યું હતું: ‘મારા સેવક મુસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું સફળ થશે.’ (યહો. ૧:૭, ૮) યહોશુઆએ એ સલાહ પાળી અને ‘તે સફળ થયા.’ જો આપણે પણ એવું કરીશું તો હિંમતવાન થઈશું અને યહોવાની સેવામાં સફળ થઈશું.
હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!
૨૦ આ દુષ્ટ દુનિયામાં આપણા પર સતાવણીઓ આવતી હોવાથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવું અઘરું છે. તેમ છતાં આપણે એકલા નથી. યહોવા આપણી સાથે છે. મંડળના શિર ઈસુ ખ્રિસ્ત પણ આપણી સાથે છે. તેમ જ, દુનિયા ફરતે ૭૦ લાખથી વધુ યહોવાના સાક્ષીઓ આપણી સાથે છે. તેઓ સાથે ચાલો આપણે શ્રદ્ધા બતાવતા રહીએ અને ખુશખબર ફેલાવતા રહીએ. ૨૦૧૩નું વાર્ષિક વચન આપણને એમ કરવા મદદ કરશે: ‘બળવાન તથા હિંમતવાન થા, તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.’—યહો. ૧:૯.
કીમતી રત્નો
યહોશુઆના મુખ્ય વિચારો
૨:૪, ૫—જાસૂસોને શોધી રહેલા રાજાના માણસોને શા માટે રાહાબે બીજા રસ્તે દોર્યા? રાહાબે પોતાના જીવના જોખમે પણ જાસૂસોનું રક્ષણ કર્યું. કારણ કે તે ધીમે ધીમે યહોવાહમાં ભરોસો કરવા લાગી હતી. વધુમાં, રાજાના માણસો પરમેશ્વરના લોકોને નુકસાન પહોંચાડવા માંગતા હતા. તેથી, રાહાબે તેઓને આ જાસૂસો વિષે જણાવવું જ જોઈએ એ કંઈ જરૂરી ન હતું. (માત્થી ૭:૬; ૨૧:૨૩-૨૭; યોહાન ૭:૩-૧૦) રાહાબે રાજાના માણસોને બીજા રસ્તેથી બહાર મોકલ્યા ત્યારે પણ તેને તેના કામોને લીધે “ન્યાયી ઠરાવવામાં” આવી.—યાકૂબ ૨:૨૪-૨૬.
સપ્ટેમ્બર ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૩-૫
“શ્રદ્ધાથી કરેલાં કામોને યહોવા આશીર્વાદ દે છે”
it-૨-E ૧૦૫
યર્દન
યર્દન નદી ગાલીલ સરોવરથી નીચેના ભાગ તરફ હતી. એની ઊંડાઈ ૩-૧૦ ફૂટ હતી અને આશરે ૯૦-૧૦૦ ફૂટ એ પહોળી હતી. વસંતઋતુમાં યર્દન નદી છલકાય છે અને ત્યારે એ વધારે ઊંડી અને પહોળી થઈ જાય છે. (યહો ૩:૧૫) એ સમયે ઇઝરાયેલી પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે યર્દન નદી પાર કરવી જરાય સલામત ન હતું. ખાસ કરીને યરીખો પાસે યર્દન નદી પાર કરવી જીવનું જોખમ હતું. આજે પણ એ નદીનું વહેણ એટલું જબરદસ્ત છે કે જે કોઈ નહાવા જાય એ તણાઈને મરી જાય છે. પણ એ સમયમાં યહોવાએ ચમત્કાર કરીને પાણીનું વહેણ રોકી દીધું અને ઇઝરાયેલીઓ કોરી જમીન પરથી ચાલીને એ નદી પાર કરી શક્યા.—યહો ૩:૧૪-૧૭.
યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ
૧૭ આપણે જ્યારે યહોવામાં ભરોસો રાખીને કંઈક કરીએ છીએ, ત્યારે કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે? બાઇબલમાં જણાવેલા ઈસ્રાએલીઓના અહેવાલનો વિચાર કરો. તેઓ વચનના દેશમાં જવાની તૈયારીમાં હતા. એ વખતે યહોવાએ યાજકોને કહ્યું કે કરારકોશ યરદન નદી પાર કરીને લઈ જાઓ. પરંતુ, લોકો નદી પાસે આવ્યા ત્યારે જોઈ શક્યા કે વરસાદને લીધે નદી છલોછલ વહેતી હતી. ઈસ્રાએલીઓએ શું કર્યું? શું તેઓએ નદીના કિનારે છાવણી નાખી અને પાણી ઓસરી જવાની રાહ જોઈ? ના. તેઓએ યહોવામાં પૂરો ભરોસો રાખ્યો અને તેમના માર્ગદર્શન પ્રમાણે કર્યું. પરિણામ શું આવ્યું? અહેવાલ જણાવે છે: ‘યાજકોના પગ નદીના પાણીમાં પડતા જ, વહેતું પાણી ઠરી ગયું અને યાજકો યરદનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઈસ્રાએલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઊતર્યા.’ (યહો. ૩:૧૨-૧૭) કલ્પના કરો કે એ પૂરના પાણી રોકાઈ જવાથી ઈસ્રાએલીઓના દિલ કેટલા આનંદથી ઊભરાઈ ગયા હશે! સાચે જ, ઈસ્રાએલીઓની શ્રદ્ધા મજબૂત બની હશે કારણ કે તેઓએ યહોવાનાં સૂચનોમાં ભરોસો મૂક્યો.
યહોવાનાં સૂચનોને દિલનો આનંદ બનાવીએ
૧૮ ખરું કે, એવા ચમત્કારો યહોવા આજે પોતાના ભક્તો માટે કરતા નથી. પરંતુ, તે હમણાં પણ શ્રદ્ધા બતાવતા ભક્તોને આશીર્વાદ આપે છે. દુનિયા ફરતે રાજ્યનો સંદેશો જાહેર કરવા ઈશ્વર પોતાની શક્તિ આપણને પૂરી પાડે છે. સજીવન થએલા ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને ખાતરી આપી કે મહત્ત્વનું કામ પૂરું કરવા તેઓને ચોક્કસ મદદ પૂરી પાડશે. તેમણે કહ્યું: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’ (માથ. ૨૮:૧૯, ૨૦) ઘણા સાક્ષીઓ સંદેશો જાહેર કરવામાં પહેલાં કદાચ શરમાતા કે અચકાતા હતા. પણ, હવે તેઓ ઈશ્વરની શક્તિથી સંદેશો હિંમતથી જાહેર કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬; ૨ કોરીંથી ૪:૭ વાંચો.
કીમતી રત્નો
યહોશુઆના મુખ્ય વિચારો
૫:૧૪, ૧૫—“યહોવાહના સૈન્યના સરદાર” કોણ હતા? યહોશુઆ વચનના દેશનો કબજો લેવાની શરૂઆત કરે છે ત્યારે તેમને દૃઢ કરવા આવેલા સરદાર, બીજું કોઈ નહિ પણ “શબ્દ” હોય છે. એ પૃથ્વી પર આવ્યા પહેલાં સ્વર્ગમાં અસ્તિત્વ ધરાવતા ઈસુ ખ્રિસ્ત હતા. (યોહાન ૧:૧; દાનીયેલ ૧૦:૧૩) આજે, શેતાન આપણી સાથે લડી રહ્યો છે. તે યહોવાહમાં આપણી શ્રદ્ધા તોડવાની કોશિશ કરે છે. પરંતુ આપણને એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે રાજા બનેલા ઈસુ ખ્રિસ્ત પોતે આપણને શક્તિ આપે છે!
સપ્ટેમ્બર ૨૭–ઑક્ટોબર ૩
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૬-૭
“નકામી વસ્તુઓથી મોં ફેરવી લઈએ”
તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો
૧૩ ધ્યાન ન રાખીએ તો, લાલચ વધીને મોટું સ્વરૂપ લઈ શકે છે. આખાનના કિસ્સામાં એવું જ બન્યું. બાઇબલ જણાવે છે કે ‘લૂંટમાંથી એક સારો શિનઆરી જામો અને બસો શેકેલ રૂપું અને પચાસ શેકેલ વજનની સોનાની એક લગડી જોઈને તેના મનમાં લોભ જાગ્યો અને તેણે એ લીધાં.’ પોતાના લોભને રોકવાને બદલે આખાને ચોરી કરી. તેણે એ વસ્તુઓ પોતાના તંબુમાં સંતાડી દીધી. આખાનની ચોરી પકડાઈ ત્યારે યહોશુઆએ જણાવ્યું કે યહોવા તેના પર આફત લાવશે. એ જ દિવસે, આખાન અને તેના કુટુંબને પથ્થરે મારી નાંખવામાં આવ્યાં. (યહો. ૭:૧૧, ૨૧, ૨૪, ૨૫) આપણામાંથી કોઈ પણ લાલચમાં ફસાઈ શકે છે. તેથી, ‘સાવધ રહીને સર્વ પ્રકારના લોભથી દૂર રહીએ.’ (લુક ૧૨:૧૫) જોકે, આપણા મનમાં કોઈક વાર ખોટાં કે ગંદા વિચારો આવી શકે છે. છતાં, એના પર કાબૂ રાખીએ. પોતાની ઇચ્છાઓને એટલી હદે ન વધવા દઈએ કે પાપમાં સપડાઈ જઈએ.—યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.
સારાં કામો કરો, પરમેશ્વરની કૃપા મેળવો
મૂર્ખ વ્યક્તિના પગલાં કેવું ખરાબ પરિણામ લાવી શકે એ વિષે સુલેમાન દૃષ્ટાંત આપતા કહે છે: “પોતાના કુટુંબને હેરાન કરીને દુઃખી અને ગુસ્સે કરનાર મૂર્ખ માણસ અંતે બધું ગુમાવશે.” (નીતિવચનો ૧૧:૨૯ક, IBSI) ઈસ્રાએલના આખાને પાપ કરીને, પોતાને અને કુટુંબને ‘હેરાન કર્યા.’ એટલું જ નહીં પણ તે અને તેના કુટુંબને પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા. (યહોશુઆનો સાતમો અધ્યાય) આજે પણ અમુક વાર પિતા કે પતિ અથવા કુટુંબના બીજા સભ્યો ખોટા કામોમાં સંડોવાય છે. તેઓએ પરમેશ્વરની આજ્ઞા ન પાળી હોવાથી, તેમને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેઓ પોતાના કુટુંબમાં ગંભીર ખોટા કામો ચલાવી લઈને આખા ‘ઘરનાને હેરાન કરે છે.’ કુટુંબમાંથી જેઓ પણ ખોટા કામનો પસ્તાવો કરતા નથી તેઓને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. (૧ કોરીંથી ૫:૧૧-૧૩) આમ, ખોટું કામ કરનારનું છેવટે શું થાય છે? તે પોતાનું બધું જ ગુમાવી દે છે.
વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો
૮ યહોવાહના ભક્તો હોવા છતાં, આપણે પણ આંખોની લાલસા કે લાગણીઓથી લલચાઈ શકીએ. તેથી બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે જે કંઈ જોઈએ અને ઇચ્છીએ એના પર કાબૂ રાખવો જોઈએ. (૧ કોરીં. ૯:૨૫, ૨૭; ૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) ઈશ્વરભક્ત અયૂબ સમજતા હતા કે કોઈ પણ બાબત જોયા કરવાથી ખોટી ઇચ્છા જાગી શકે છે. એટલે જે તેમણે કહ્યું હતું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂ. ૩૧:૧) અયૂબે નક્કી કર્યું હતું કે કોઈ પણ સ્ત્રીને અયોગ્ય રીતે અડકશે જ નહિ. તેમ જ, એવા ખોટા વિચારોને મનમાં પણ આવવા નહિ દે. ઈસુએ પણ ભાર મૂક્યો કે આપણે મનમાં અનૈતિક વિચારો ન લાવવા જોઈએ. તેમણે કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માથ. ૫:૨૮.
કીમતી રત્નો
વાચકો તરફથી પ્રશ્નો
પ્રાચીન સમયમાં શહેર પર હુમલો કરતાં પહેલાં, એના કોટને બધી બાજુએથી ઘેરી લેવામાં આવતો. જો સૈનિકો લાંબા સમય સુધી શહેરને ઘેરી રાખે, તો શહેરની અંદર રહેતા લોકોનું મોટા ભાગનું અનાજ વપરાઈ જતું. ઉપરાંત, જ્યારે સૈનિકો શહેર પર ચઢાઈ કરતા, ત્યારે તેઓ પણ વધેલું અનાજ લૂંટી લેતા. પેલેસ્તાઈનમાં ઘણાં શહેરો એવાં હતાં, જેઓને આ રીતે ઘેરીને જીતવામાં આવ્યાં હતાં. તેથી, એ બધાં શહેરોના અવશેષોમાં સાવ ઓછું અથવા નહિવત્ અનાજ મળ્યું હતું. જ્યારે કે યરેખો શહેરના અવશેષોની વાત જુદી છે. બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ મૅગેઝિન જણાવે છે: ‘શહેરના અવશેષોમાં માટીનાં વાસણો પછી, બીજું કંઈ સૌથી વધારે મળ્યું હોય તો એ અનાજ હતું. શહેરના વિનાશ પછી આટલું બધું અનાજ મળવું બહુ અજુગતી વાત છે.’
બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ યરેખો શહેરમાંથી ખાવાની કોઈ પણ વસ્તુઓ લીધી ન હતી. કારણ કે યહોવાએ તેઓને એવી આજ્ઞા આપી હતી. (યહો. ૬:૧૭, ૧૮) ઉપરાંત, બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ વસંતઋતુમાં કાપણીના સમય પછી તરત યરેખો શહેર પર ચઢાઈ કરી હતી. એટલે યરેખો શહેરમાં એ સમયે ખૂબ અનાજ હતું. (યહો. ૩:૧૫-૧૭; ૫:૧૦) અવશેષોમાં ઘણું અનાજ મળ્યું એ બતાવે છે કે યરેખો શહેરને જીતવામાં વધુ સમય નહિ લાગ્યો હોય. આમ, પુરવાર થાય છે કે બાઇબલમાં જણાવ્યા મુજબ જ યરેખોને જીતવામાં આવ્યું હતું.
ઑક્ટોબર ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૮-૯
“ગિબયોનીઓ પાસેથી શું શીખવા મળે છે?”
it-૧-E ૯૩૦-૯૩૧
ગિબયોન
યહોશુઆના સમયમાં. યહોવાએ કનાન દેશની સાત પ્રજાઓનો નાશ કરવાની આજ્ઞા આપી હતી. ગિબયોનના લોકો એ પ્રજાઓ જેવા ન હતા. (પુન ૭:૧, ૨; યહો ૯:૩-૭) ગિબયોનની સેના શક્તિશાળી હતી, તોપણ તેઓને સમજાય ગયું હતું કે ઇઝરાયેલીઓને હરાવી નહી શકે કેમ કે યહોવા તેઓ તરફથી લડે છે. આયના અને યરીખોના નાશ પછી ગિબયોનના અમુક પુરૂષો યહોશુઆ પાસે સુલેહ-શાંતિ માટે ગયાં. તેઓ ચતુરાઈથી વર્ત્યા. તેઓએ જૂના અને ફાટેલા કપડાં અને ચંપલ પહેરીને ગયાં. ઘસાઈ ગયેલી મશકો, સૂકી અને ભૂકો થઈ ગયેલી રોટલીઓ લઈને ગયાં. આમ તેઓએ ડોળ કર્યું કે તેઓ “દૂર દેશથી” આવ્યા છે. એટલે ઇઝરાયેલીઓને લાગ્યું કે આ લોકો કનાનની સાત પ્રજાઓમાંથી નથી. તેઓએ યહોશુઆને જણાવ્યું કે ઇજિપ્ત અને અમોરીઓના રાજા સીહોન અને ઓગ સામે યહોવાએ ઇઝરાયેલીઓને જીત અપાવી હતી. તેઓએ યરીખો અને આયના નાશ વિશે કંઈ ન જણાવ્યું. જેથી યહોશુઆને એવો શક ન થાય કે જો તેઓ દૂર દેશના હોય તો આ સમાચાર તેઓ સુધી કઈ રીતે પહોંચ્યા.—યહો ૯:૩-૧૫.
‘પોતાની જ સમજણ પર આધાર ન રાખ’
૧૪ આપણે નાના-મોટા બધા જ ભૂલો કરીએ છીએ. તેથી નિર્ણય લેતા પહેલાં હંમેશાં યહોવાહ પાસે માર્ગદર્શન માંગવું જોઈએ. અનુભવી વડીલોએ પણ એમ કરવું જોઈએ. એ સમજવા ચાલો યહોશુઆ અને ઈસ્રાએલના બીજા વડીલોનો વિચાર કરીએ. તેઓની આગળ ગિબઓનના લોકો શાંતિનો કરાર કરવા આવ્યા. તેઓએ પોતાની ઓળખ છુપાવીને ખૂબ જ દૂર દેશથી આવ્યા છે એવો ઢોંગ કર્યો. એવા સમયે યહોશુઆ અને બીજા વડીલોએ શું કર્યું? તેઓએ યહોવાહને પૂછ્યા વગર ગિબઓનના લોકો સાથે શાંતિનો કરાર કરી નાખ્યો. ભલે તેઓ યહોવાહનું માર્ગદર્શન લેવાનું ચૂકી ગયા, છતાં યહોવાહે તેઓને સાથ આપ્યો. પરંતુ તેઓની ભૂલમાંથી આપણે શીખી શકીએ, એ માટે એને બાઇબલમાં લખાવી દીધું.—યહો. ૯:૩-૬, ૧૪, ૧૫.
ચાલો વચનના દેશમાં ફરીએ
૧૪ ગિબઓનના લોકો યહોશુઆને કહે છે કે “તારા દેવ યહોવાહના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ.” (યહોશુઆ ૯:૩-૯) યહોશુઆ તેઓનાં કપડાં અને ખોરાક જોઈને માની લે છે કે તેઓ દૂર દેશથી આવ્યા હશે. પણ હકીકત તો એ હતી કે ગિબઓન, બસ ૩૦ કિલોમીટર (૨૦ માઈલ) દૂર હતું. [૧૯] યહોશુઆ અને ઈસ્રાએલના બીજા સરદારો તેઓની ચાલમાં ફસાઈ ગયા. તેઓએ ગિબઓન અને એની આસપાસના શહેરો સાથે દોસ્તી બાંધી. શું ગિબઓનના લોકોએ ફક્ત બચવા માટે આ ચાલાકી કરી હતી? ના, તેઓ ખરેખર યહોવાહની ભક્તિ કરીને તેમનો આશીર્વાદ ચાહતા હતા. તેઓના દિલ જોઈને યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “તેઓને જીવતા રહેવા દો; પણ એ શરતે, કે તેઓ [મંદિર માટે અને] આખી જમાતને સારૂ લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય.” (યહોશુઆ ૯:૧૧-૨૭) ગિબઓનના લોકોએ રાજીખુશીથી એ કામ કર્યું. વર્ષો બાદ, ઈસ્રાએલી લોકો બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે, ગિબઓનના લોકો પણ પાછા યહોવાહના મંદિરમાં સેવા કરવા આવ્યા. તેઓમાંના અમુક નથીનીમ પણ હતા. (એઝરા ૨:૧, ૨, ૪૩-૫૪; ૮:૨૦) આપણે પણ ગિબઓનના લોકોની માફક યહોવાહની ભક્તિ દિલથી કરવી જોઈએ. સાથે સાથે, આપણે તેમની ભક્તિમાં જે કંઈ કરીએ એ રાજીખુશીથી કરીએ.
કીમતી રત્નો
it-૧-E ૧૦૩૦
થાંભલા પર લટકાવવું
ઇઝરાયેલીઓને નિયમ આપ્યો હતો કે અમુક ગુનેગારોને મારીને તેઓનું શબ થાંભલા પર લટકાવવું. એવું માનવમાં આવતું કે થાંભલા પર લટકાવવામાં આવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે. એ જોઈને બીજા ઇઝરાયેલીઓને ચેતવણી મળતી કે તેઓએ પણ ખોટાં કામોથી દૂર રહેવું.
ઑક્ટોબર ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૧૦-૧૧
“યહોવા ઇઝરાયેલીઓ માટે લડ્યા”
it-૧-E ૫૦
અદોની-સેદેક
ઇઝરાયેલીઓએ વચનનાં દેશ પર હુમલો કર્યો ત્યારે યરૂશાલેમનો રાજા અદોની-સેદેક હતો. જ્યારે ગિબયોનના લોકોએ યહોશુઆ સાથે સુલેહ-શાંતિ કરી, ત્યારે અદોની-સેદેકને ચિંતા થવા લાગી કે બીજી પ્રજાઓ પણ ઇઝરાયેલીઓ સાથે હાથ મિલાવશે. એટલે તેણે ચાર રાજાઓ સાથે મળીને ગિબયોનના લોકો સાથે લડાઈ કરી.
it-૧-E ૧૦૨૦
કરા
યહોવાએ કરા વરસાવ્યા. યહોવાએ અમુક વાર પોતાનું વચન પૂરું કરવા અને પોતાની અદ્ભૂત શક્તિ બતાવવા કરા વરસાવ્યા હતા. (ગી ૧૪૮:૧, ૮; યશા ૩૦:૩૦; નિર્ગ ૯:૧૮-૨૬; ગી ૭૮:૪૭, ૪૮; ૧૦૫:૩૨, ૩૩) વચનના દેશમાં પાંચ અમોરી રાજાઓએ ગિબયોનના લોકો પર હુમલો કર્યો અને એ યુદ્ધમાં ઇઝરાયેલીઓએ ગિબયોનીઓની મદદ કરી. એ સમયે યહોવાએ અમોરી લોકો પર મોટા મોટા કરા વરસાવ્યા. યુદ્ધમાં જેટલા લોકો માર્યા ગયાં એનાથી વધારે લોકો, કરાથી માર્યા ગયાં. —યહો ૧૦:૩-૭, ૧૧.
યહોશુઆના મુખ્ય વિચારો
૧૦:૧૩—આવો ચમત્કાર કઈ રીતે થઈ શકે? આકાશ અને પૃથ્વીને બનાવનાર, “યહોવાહને શું કંઈ અશક્ય છે?” (ઉત્પત્તિ ૧૮:૧૪) જો પરમેશ્વર યહોવાહ ઇચ્છે તો, તે પૃથ્વીના પરિભ્રમણને પણ રોકી શકે છે. જો એમ થયું હોય તો, પૃથ્વી પર રહેનારાઓને સૂર્ય અને ચંદ્ર એક જ જગ્યાએ સ્થિર દેખાયા હશે. અથવા તેમણે પૃથ્વી અને ચંદ્રના પરિભ્રમણને અટકાવ્યા વગર સૂર્ય અને ચંદ્રના કિરણોને એ રીતે વાળ્યા હોય શકે કે જેનાથી પૃથ્વી પર સતત પ્રકાશ રેલાતો રહે. ભલે ગમે તે હોય, પરંતુ મનુષ્ય ઇતિહાસમાં, ‘તે દિવસના જેવો એક પણ દિવસ થયો નથી.’—યહોશુઆ ૧૦:૧૪.
કીમતી રત્નો
w૦૯-E ૩/૧૫ ૩૨ ¶૫
વાચકો તરફથી પ્રશ્નો
ખરું કે બાઇબલમાં અમુક પુસ્તકોનો ઉલ્લેખ થયો છે, પણ એનો અર્થ એ નથી કે એ બધાં પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયાં છે. યહોવાએ એ એક વાતનું ધ્યાન રાખ્યું કે જે વચનો પવિત્ર શક્તિની પ્રેરણાથી લખાયાં છે, એ “હંમેશાં ટકી રહે છે.” (યશા. ૪૦:૮) ઈશ્વરનો ભક્ત “કુશળ બને અને દરેક સારા કામ માટે પૂરેપૂરો તૈયાર થાય,” એ માટે યહોવાએ બાઇબલના ૬૬ પુસ્તકોમાં જરૂરી માહિતી પૂરી પાડી.—૨તિ ૩:૧૬, ૧૭.
ઑક્ટોબર ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૧૨-૧૪
“પૂરા દિલથી યહોવાની વાત માનીએ”
યહોશુઆના મુખ્ય વિચારો
૧૪:૧૦-૧૩. કાલેબે ૮૫ વર્ષની મોટી વયે પણ હેબ્રાનના રહેવાસીઓને ત્યાંથી હાંકી કાઢવાનું કપરું કામ ઉપાડી લીધું. આ વિસ્તારમાં ખાસ કરીને અનાકપુત્રો રહેતા હતા કે જેઓ કદાવર અને ઊંચા હતા. પણ યહોવાહની મદદથી, આ અનુભવી લડવૈયાઓએ તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા. અને હેબ્રોન આશ્રયનગર બન્યું. (યહોશુઆ ૧૫:૧૩-૧૯; ૨૧:૧૧-૧૩) કાલેબનું ઉદાહરણ આપણને ઉત્તેજન આપે છે કે કોઈ પણ મુશ્કેલ દેવશાહી સોંપણીથી ગભરાઈ જવું ન જોઈએ.
ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે
૧૧ આપણને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હશે તો, એ રોજ રોજ વધતી જશે. તેમના માર્ગમાં ચાલીશું તેમ આપણે તેમના આશીર્વાદો ‘અનુભવીશું.’ આપણે એ પણ ‘જોઈ શકીશું’ કે તે આપણી પ્રાર્થનાનો અનેક રીતે જવાબ આપે છે. આપણા જીવનમાં તેમનું માર્ગદર્શન જોઈ શકીશું. (ગીતશાસ્ત્ર ૩૪:૮; ૧ યોહાન ૫:૧૪, ૧૫) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોશુઆ અને કાલેબે યહોવાહની ભલાઈ અનુભવી તેમ, તેઓની શ્રદ્ધા વધી હતી. (યહોશુઆ ૨૩:૧૪) જરા વિચાર કરો: યહોવાહે વચન આપ્યું હતું તેમ, યહોશુઆ અને કાલેબ ચાળીસ વર્ષ રણની રઝળપાટ પછી પણ બચી ગયા. (ગણના ૧૪:૨૭-૩૦; ૩૨:૧૧, ૧૨) વચનનો દેશ કનાન કબજે કરવા તેઓએ છ વર્ષ સખત લડાઈ કરી. પછી તેઓને યહોવાહે વારસો આપ્યો. ત્યાં તેઓ સુખેથી ઘણાં વર્ષો જીવ્યા. ખરેખર, જેઓ યહોવાહને પૂરી શ્રદ્ધા ને હિંમતથી ભજે છે તેઓને તે ઘણા આશીર્વાદો આપે છે.—યહોશુઆ ૧૪:૬, ૯-૧૪; ૧૯:૪૯, ૫૦; ૨૪:૨૯.
કીમતી રત્નો
it-૧-E ૯૦૨-૯૦૩
ગબાલ
યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે કયાં વિસ્તારોનો કબજો કરવો. એમાંનો એક “ગબાલીઓનો દેશ” હતો. (યહો ૧૩:૧-૫) અમુક લોકો માને છે કે એ કલમમાં ભૂલ છે. ગબાલ દેશ ઇઝરાયેલની ઉત્તરમાં છે અને ઘણો દૂર છે. દાનથી આશરે ૧૦૦ કિલોમીટર ઉત્તરમાં. તેઓ કહે છે કે ઇઝરાયેલીઓએ કદી ગબાલ દેશને કબજે કર્યો ન હતો. અમુક વિદ્ધાનોને એવું લાગે છે કે મૂળ હિબ્રૂ લખાણોમાં કદાચ એવું લખ્યું હતું કે લબાનોનની નજીકનો વિસ્તાર અથવા ગબાલ દેશની સરહદ સુધી. પછીથી એ શબ્દો ઝાખા પડી ગયા અને બરાબર વંચાતા નથી. યહોશુઆ ૧૩:૨-૭માં યહોવાએ ઇઝરાયેલીઓને વચન આપ્યું હતું કે તે અમુક વિસ્તારો તેઓને આપશે. જો તેઓ યહોવાની આજ્ઞા માનશે તો જ તેઓને એ વિસ્તારો પર જીત મળવાની હતી. બની શકે કે ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા તોડી એટલે તેઓ ગબાલી લોકોના વિસ્તાર પર કબજો મેળવી ન શક્યા.—યહો ૨૩:૧૨, ૧૩ સરખાવો.
ઑક્ટોબર ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૧૫-૧૭
“અનમોલ વારસાનું રક્ષણ કરીએ”
યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી
૮ ઘડપણમાંય યહોવાહના ભક્તો પ્રચાર કામ કરતા રહે છે. તેઓ ઈશ્વરભક્ત કાલેબને પગલે ચાલે છે. કાલેબે મુસાને ચાલીસેક વર્ષ સુધી સાથ આપ્યો. તેમણે છ વર્ષ એક સૈનિક તરીકે સેવા આપી. પછી તેમણે ૭૯ વર્ષની વયે યરદન નદી પાર કરી અને યહોવાહે વચન આપેલા દેશમાં ગયા. પછી શું તેમણે આરામ કર્યો? ના. યહુદાહના ‘મોટાં તથા કોટવાળાં નગરોમાં’ અનાકી નામના ખતરનાક લોકો રહેતા હતા. યહોવાહની સહાયથી કાલેબે ‘યહોવાહે કહ્યું હતું તેમ તેઓને હાંકી કાઢ્યા.’ (યહોશુઆ ૧૪:૯-૧૪; ૧૫:૧૩, ૧૪) ઘડપણમાં તમે યહોવાહનો સંદેશો ફેલાવો છો તેમ, ખાતરી રાખો કે કાલેબની જેમ તમારા પર પણ યહોવાહના આશીર્વાદ છે. તમારી શ્રદ્ધા મજબૂત રાખશો તો, આ પૃથ્વી સુંદર બનશે ત્યારે તમને જરૂર એમાં આશીર્વાદ મળશે.—યશાયાહ ૪૦:૨૯-૩૧; ૨ પીતર ૩:૧૩.
it-૧-E ૮૪૮
ગુલામી
યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે વચનના દેશમાં જાઓ ત્યારે કનાનીઓને હાંકી કાઢજો. તેઓનો નાશ કરજો. પણ ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા ન માની. તેઓમાંના કેટલાકે અમુક કનાનીઓને ગુલામ બનાવ્યા. એનું કેવું પરિણામ આવ્યું? ઇઝરાયેલીઓ લલચાઈને મૂર્તિપૂજામાં ફસાયા.—યહો ૧૬:૧૦; ન્યા ૧:૨૮; ૨:૩, ૧૧, ૧૨.
it-૧-E ૪૦૨ ¶૩
કનાન
ખરું કે ઇઝરાયેલીઓએ બધા કનાની લોકોનો સફાયો કર્યો ન હતો. તોપણ એમ કહી શકાય કે “યહોવાએ ઇઝરાયેલીઓને આખો દેશ આપ્યો, જે તેઓના બાપદાદાઓને આપવાના તેમણે સમ ખાધા હતા.” “તેઓને ચારે તરફ શાંતિ આપી.” એટલે સાચે જ ‘યહોવાએ ઇઝરાયેલીઓને આપેલાં બધાં સારાં વચનોમાંથી એક પણ વચન નિષ્ફળ ગયું નહિ, બધાં જ પૂરાં થયાં.’ (યહો ૨૧:૪૩-૪૫) ઇઝરાયેલ દેશની ચારે તરફના દેશો તેઓથી ડરતા હતા. કોઈ તેઓનો વાળ વાંકો કરી શકે એમ ન હતું. યહોવાએ તેઓને યુદ્ધમાં જીતની ખાતરી આપી હતી. ભલે કનાનીઓ પાસે યુદ્ધના રથોનાં પૈડાંમાં તલવારો લાગેલી હતી. તેઓ શક્તિશાળી હતા જેના લીધે તમે ડરો છો. તોપણ તમે તેઓને જરૂર હાંકી કાઢશો. (યહો ૧૭:૧૬-૧૮; ન્યા ૪:૧૩) અમુક વાર ઇઝરાયેલીઓ દુશ્મનો સામે હારી ગયા હતા. એનું કારણ એ ન હતું કે યહોવાએ તેઓને સાથ દીધો ન હતો. પણ અહેવાલ બતાવે છે કે જ્યારે યહોવાનું ન માનતા ત્યારે તેઓ હારી જતા.—ગણ ૧૪:૪૪, ૪૫; યહો ૭:૧-૧૨.
કીમતી રત્નો
શું તમે જાણો છો?
બાઇબલમાં પ્રાચીન ઈસ્રાએલને જંગલોથી છવાયેલા પ્રદેશ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. શું ખરેખર એમ હતું?
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે વચનના દેશનો અમુક ભાગ જંગલોથી છવાયેલો હતો અને ત્યાં ‘ઘણાં બધાં’ વૃક્ષો હતાં. (૧ રાજા. ૧૦:૨૭; યહો. ૧૭:૧૫, ૧૮) પરંતુ, આજે એ દેશના મોટા ભાગમાં વેરાન વિસ્તાર જોતા, કેટલાક લોકો શંકા ઉઠાવે છે કે શું ત્યાં ક્યારેય જંગલો હતાં.
બાઇબલ સમયના ઈસ્રાએલમાં જીવન (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: ‘આજની સરખામણીમાં પ્રાચીન સમયના ઈસ્રાએલમાં જંગલો ઘણાં વધારે હતાં.’ પહાડી પ્રદેશો મોટા ભાગે દેવદાર, ઓક અને એલોન વૃક્ષોથી છવાયેલા હતા. ભૂમધ્ય સમુદ્ર કાંઠો અને મધ્ય પહાડી વિસ્તારમાં શેફેલાહ નામનો પ્રદેશ છે. એ વિસ્તારમાં એક ખાસ પ્રકારનું અંજીરનું વૃક્ષ મોટી સંખ્યામાં જોવા મળતું હતું.
બાઇબલ સમયના વૃક્ષો (અંગ્રેજી) પુસ્તક જણાવે છે કે આજના સમયમાં ઈસ્રાએલના અમુક ભાગોમાં વૃક્ષો બિલકુલ જોવાં મળતાં નથી. એનું કારણ શું છે? એ પુસ્તક સમજાવે છે કે ધીમે ધીમે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. પુસ્તકમાં લખ્યું છે: ‘મનુષ્યો કુદરતને સતત નુકસાન પહોંચાડતા આવ્યા છે. તેઓએ ખેતરો અને ઢોરઢાંક ચરાવવાની જગ્યા ઊભી કરવાના સ્વાર્થી ઇરાદાથી જંગલોનો સફાયો કર્યો. તેમજ, ઇમારતો અને ઈંધણ મેળવવા માટે પણ જંગલો નાશ કર્યાં.’