વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૧ પાન ૧૫
  • ઈશ્વરની સલાહથી થતો ફાયદો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરની સલાહથી થતો ફાયદો
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર ચાહે છે કે તમે તેમનું માર્ગદર્શન લો
  • ઈશ્વરનું માર્ગદર્શન તમારા માટે
  • ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે
    સજાગ બનો!—૨૦૧૫
  • તમે કોની સલાહ માનશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૧ પાન ૧૫

ઈશ્વરની સલાહથી થતો ફાયદો

બાઇબલમાં માણસોના નહિ, પણ ઈશ્વરના વિચારો છે. એ કઈ રીતે કહી શકાય? હજારો વર્ષો પહેલાં, ઈશ્વરે પોતાના ભક્તોના મનમાં તેમના વિચારો મૂક્યા અને તેઓ પાસે એ લખાવી લીધા. એના પરથી કહી શકાય કે ‘આખું પવિત્ર શાસ્ત્ર એટલે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.’ —૨ તિમોથી ૩:૧૬.

બાઇબલ વિશે જાણકારી

  • પુસ્તકના અમુક ભાગો.

    ૬૬

    પુસ્તકોથી બાઇબલ બનેલું છે.

  • વ્યક્તિના હાથમાં પેન છે, તે લખી રહી છે અને ઉપરથી પ્રકાશ પડી રહ્યો છે.

    ૪૦

    ભક્તો પાસે ઈશ્વરે બાઇબલ લખાવ્યું.

  • રેતીનું ઘડિયાળ.

    ૩,૫૦૦થી વધારે વર્ષ પહેલાં

    બાઇબલ લખાવવાનું શરૂ થયું.

  • જુદી જુદી ભાષાના અક્ષરો.

    ૩,૦૦૦થી વધારે

    ભાષાઓમાં આખું બાઇબલ અથવા એના અમુક ભાગો પ્રાપ્ય છે.

ઈશ્વર ચાહે છે કે તમે તેમનું માર્ગદર્શન લો

“યહોવા કહે છે, ‘હું તમારા લાભ માટે શીખવું છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું. જો તમે મારી આજ્ઞા પાળશો તો તમારી શાંતિ નદીના જેવી અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!’”—યશાયા ૪૮:૧૭, ૧૮.

ઈશ્વર ચાહે છે કે આપણને મનની શાંતિ મળે અને હંમેશાં ખુશ રહીએ. એ માટે આપણે શું કરવું જોઈએ એ પણ તેમણે જણાવ્યું છે.

ઈશ્વરનું માર્ગદર્શન તમારા માટે

“બધા દેશોમાં ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.”—માર્ક ૧૩:૧૦.

‘ખુશખબર’ શું છે? એ જ કે યહોવા ઈશ્વર બહુ જલદી દુઃખ-તકલીફોનો અંત લાવશે. આખી ધરતીને ખૂબસૂરત બગીચા જેવી બનાવી દેશે અને આપણા ગુજરી ગયેલાને જીવતા કરશે. યહોવાના સાક્ષીઓ એ ખુશખબર આખી દુનિયામાં ફેલાવે છે.

બાઇબલમાંથી મારા સવાલોના જવાબ મળ્યા

“હું નાનો હતો ત્યારે કાયમ વિચારતો વિશ્વના માલિક કોણ છે? મને થતું કે ‘દરેક દેશની અંદર પોતપોતાના ઈશ્વર છે. એવું કેમનું બને?’ બાઇબલ વાંચવાથી મને મારા સવાલોના જવાબ મળ્યા. મને ખાતરી થઈ કે વિશ્વના માલિક તો એક જ છે. એનાથી મને બહુ ખુશી થઈ. ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે તે કોઈ એક પ્રજાના નહિ, પણ ‘બધી પ્રજાના ઈશ્વર છે.’ (રોમનો ૩:૨૯) તેમનું નામ છે યહોવા. તે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ અને તેમના મિત્ર બનીએ”—રાકેશ.

રાકેશ.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો