અભ્યાસ ૧૧
ઉત્સાહ
રોમનો ૧૨:૧૧
મુખ્ય વિચાર: તમે ઉત્સાહથી બોલશો તો, તમારા સાંભળનારાઓને કંઈક કરવાની હોંશ જાગશે.
કેવી રીતે કરશો:
- માહિતી તમારા દિલમાં રેડી દો. તમારા સંદેશાની તૈયારી કરો ત્યારે, એ માહિતી કેમ મહત્ત્વની છે એના પર વધારે વિચાર કરો. માહિતીથી એટલા જાણકાર થઈ જાઓ કે તમે એના વિશે દિલથી વાત કરી શકો. 
- સાંભળનારાઓનો વિચાર કરો. તમે જે માહિતી વાંચશો અને શીખવશો એનાથી બીજાઓને શું લાભ થશે, એનો અગાઉથી વિચાર કરો. લોકોને પસંદ પડે એવી રીતે માહિતી રજૂ કરો. 
- બીજાઓને કંટાળો આવે એવી રીતે ન બોલો: હોંશથી બોલો. તમારા હાવભાવમાં, તમારા ચહેરા પર ફૂલની જેમ લાગણીઓ ખીલી ઊઠવી જોઈએ.